તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:અમદાવાદ જિલ્લામાં વેક્સિનેશન માટે તંત્ર સજ્જ, કલેક્ટરે RT-PCR ટેસ્ટિંગ વધારવા માટે સૂચના આપી

અમદાવાદએક મહિનો પહેલા
અમદાવાદ કલેક્ટર સંદિપ સાંગલે
  • વેક્સિનેશન માટે રૂરલ એરીયામાં ગલી ગલી એ જઈને વેક્સીન માટેની માહિતી આપીશુંઃ કલેક્ટર સંદીપ સાંગલે

રાજ્યમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે જેને લઈને અમદાવાદ માં રાત્રી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જેને લઈને ત્યાંના સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ 1 લી એપ્રિલથી રાજ્યમાં 45થી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવનાર છે. રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ વેક્સિનેશન થાય તે માટે તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

RTPCR ટેસ્ટિંગ વધારવા માટે સૂચના આપી
અમદાવાદ જિલ્લા કલેક્ટરએ Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમદાવાદ જિલ્લાના રૂરલ એરીયામાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે તે ગંભીર બાબત છે. જેને લઈને હવે જિલ્લામાં તમામ જગ્યા એ RTPCR ટેસ્ટિંગ વધારવા માટે સૂચના આપી દેવામાં આવી છે. સાથે ધન્વંતરી રથને પણ રેપીડ ટેસ્ટીંગ વધારવા સૂચન આપી છે. જોકે શહેર કરતા ઓછા કેસ નોંધાઇ રહ્યા છે. પરંતુ અમે સંક્રમિત વિસ્તાર પર પણ નજર રાખી રહ્યા છીએ.

વેક્સિનેશન માટેના સેન્ટરો વધારી દેવાયા
બીજી તરફ તબકકવાર વેક્સિનેશન થઈ રહ્યું છે જેમાં અમારો પહેલા 1,39,000 લોકો ને વેક્સિન આપવાનો લક્ષ્યાંક હતો. જેમાં 86 ટકા લોકો એ વેક્સિન લઈ લીધી બાકીના લોકો પણ વેક્સિન લેવા માટે આવી રહ્યા છે. આવતીકાલથી 45 વય થી વધુના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવશે. જેમાં અમે જિલ્લામાં વેક્સિનેશન માટેના સેન્ટરો વધારી દીધા છે. સાથે જિલ્લાના ગામે-ગામ જઈને અમે લોકો ને વેકસીન અંગેની માહિતી આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો