ગુજરાતમાં XE વેરિઅન્ટની એન્ટ્રી:વડોદરાના 67 વર્ષીય વ્યક્તિનો રીપોર્ટ પોઝિટિવ, સંપર્કમાં આવેલા ત્રણના કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા, ખતરો નહીં

અમદાવાદ3 મહિનો પહેલા
  • મુંબઈથી આવ્યા બાદ તાવના લક્ષણો જણાતા ખાનગી લેબમાં રીપોર્ટ કરાવ્યો હતો

ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ XEની એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક પુરૂષ દર્દીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના આરોગ્ય તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ઘરવામાં આવી છે. તે ઉપરાંત દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.મુંબઈથી આવેલા યુવકમાં કોરોનાના નવા વેરિયન્ટના લક્ષણો જોવા મળ્યા હતાં. તે મુંબઈથી આવ્યા બાદ હોટેલમાં રોકાયો હતો. તેણે તાવના લક્ષણો જોવા મળતાં ખાનગી લેબમાં રિપોર્ટ કરાવ્યો હતો. આ ઘટના 4 માર્ચની છે. યુવકનો રીપોર્ટ XE પોઝિટિવ આવ્યો છે જ્યારે તેની પત્નીનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ બંને ક્યાં છે તેનાથી તંત્ર અજાણ હોવાનું જાણવા મળ્યું છે. હાલ આરોગ્ય વિભાગમાં દર્દીને શોધવા દોડધામ થઈ રહી છે.

67 વર્ષીય પુરુષ વ્યક્તિનું સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યું હતુ
આરોગ્ય વિભાગથી મળતી વધુ વિગતો અનુસાર મુંબઇથી ફ્લાઇટ મારફતે વડોદરા આવેલ 67 વર્ષીય પુરુષ વ્યક્તિનું સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યું હતુ. આઇ.સી.એમ.આર.ની ગાઇડલાઇન પ્રમાણે સેમ્પલને ટેસ્ટીંગ માટે જીનોમ સિકવ્ન્સીંગ લેબ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યું હતુ. જેનો ગઇ કાલ રાત્રે રિપોર્ટ આવતા આ સેમ્પલ ટેસ્ટીંગ રીપોર્ટ પોઝીટીવ જણાઇ આવ્યો છે. આ દર્દીના કોરોના ટેસ્ટીંગ સેમ્પલમાં XE વેરિયન્ટસના જીનોમ સિકવન્સ મળી આવ્યા છે. આમ ગુજરાતમાં XE વેરિયન્ટસના જીનોમ સિકવન્સ વાળા કોરોનાગ્રસ્ત દર્દીનો પ્રથમ કેસ નોંધાયો છે.

હાલ આ કોરોનાગ્રસ્ત દર્દી મુંબઇ ખાતે છે
દર્દીની આરોગ્ય તપાસ અર્થે અન્ય રીપોર્ટસ કરતા દર્દી કોમોર્બિડ હોવાનું પણ જણાઇ આવ્યું છે.દર્દીના સંપર્કમાં આવેલ ત્રણ વ્યક્તિઓના કોરોના ટેસ્ટીંગ કરવામાં આવતા તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.હાલ આ કોરોનાગ્રસ્ત દર્દી મુંબઇ ખાતે છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દી સાથે ટેલિફોનિક સંવાદ કરીને સ્વાસ્થ્ય સ્થિતિ પૂછતા દર્દીની હાલત સંપૂર્ણ પણે સ્થિર હોવાનું જણાઇ આવેલ છે.આરોગ્ય વિભાગ દ્વારા પ્રિકોશનના ભાગ રૂપે વડોદરાના સ્થાનિક વિસ્તારમાં કોવિડ ગાઇડલાઇન અનુસાર નિયત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોરોનાનું નવું વર્ઝન “XE’ શું છે?
આ ઓમિક્રોનનું જ સ્વરૂપ છે, જે ઓમિક્રોન બીએ.1 અને બીએ.2નું મિશ્રણ છે. ખરેખર વાઈરલ સતત મ્યૂટેટ થતો રહે છે.

આ કેટલો ઘાતક છે?
બે વર્ષના કોરોનાકાળમાં ડેવલપ થયેલી વૈજ્ઞાનિક સમજ જણાવે છે કે આ નવા સબ વેરિયન્ટથી ભારતમાં ખતરો લગભગ શૂન્ય છે.

ગાંધીનગરના 24 કેસ મળી રાજ્યમાં 34 નવા કેસ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડા વચ્ચે અચાનક જ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 34 નવા કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગર કોર્પોરેશનમાં 23 અને ગાંધીનગર જિલ્લામાં 1 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 114 એક્ટિવ કેસ છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. શનિવારે અમદાવાદ શહેરમાં 8 કેસ નોંધાયા છે. 5 કોર્પોરેશન અને 32 જિલ્લામાં કોરોનાના શૂન્ય કેસ રહ્યા છે. શનિવારે 6 દર્દી સાજા થયા છે. જ્યારે સતત 18મા દિવસે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. રાજ્યનો રિકવરી રેટ 99.10 ટકા પર સ્થિર રહ્યો છે.

ભારતમાં ખતરો કેમ નથી? જોકે ચીન સહિત અમુક દેશોમાં આ કારણે સંક્રમણ ઝડપી રીતે ફેલાઈ રહ્યું છે?
ભારતમાં ત્રીજી લહેરનું કારણ ઓમિક્રોન હતું. “XE’ પણ ઓમિક્રોનનું જ વર્ઝન છે. સંક્રમણની નવી લહેર હંમેશા નવા વેરિયન્ટને કારણે આવે છે. સીરો સરવે જણાવે છે કે ભારતની 90 ટકા વસતી સંક્રમિત થઇ ચૂકી છે. એવામાં ફરીવાર સંક્રમણની આશંકા ખૂબ જ ઓછી છે. બીજી બાજુ ચીનમાં પહેલાં ખૂબ જ ઓછા લોકોને ચેપ લાગ્યો હતો, એટલા માટે હવે ત્યાં ચેપ વધી રહ્યો છે.

તો ભારતમાં “XE’થી કોઈને ચેપ નહીં લાગે?
અમુક લોકો ચેપગ્રસ્ત થઈ શકે છે પણ અત્યાર સુધી જે વૈશ્વિક પુરાવા મળ્યા છે તેના આધારે સ્પષ્ટ રીતે કહી શકાય કે આ વેરિયન્ટને કારણે દુનિયાભરમાં અત્યાર સુધી મૃત્યુ મામલે નોટિસમાં નથી આવ્યા.

કહેવાય છે કે “XE’ વર્ઝન ઓમિક્રોનના મૂળ વર્ઝનથી 10 ગણું વધુ ચેપી છે?
50 ગણું વધુ ચેપી હોય તોપણ શું ફેર પડે છે. કેમ કે હવે ભારતમાં લોકોના શરીરની અંદર ચેપ સામે લડવાની ક્ષમતા પેદા થઇ ચૂકી છે. લોકોને ખબર પણ નહીં પડે અને શરીરની અંદર એન્ટિબોડી પોતાનું કામ કરી વાઈરસનો અંત લાવી દેશે.

જો આ વર્ઝન એટલું ઘાતક નથી તો તેને લઈને દુનિયાભરમાં ચિંતાનો માહોલ કેમ છે?
ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ તેની અવૈજ્ઞાનિક રીતે વાત થઇ રહી છે એટલા માટે લોકોમાં ડર છે. અમને પણ એવા અનેક મેસેજ મળી ચૂક્યા છે
જેનાથી સામાન્ય વ્યક્તિ ભયભીત થઇ શકે છે. એટલા માટે અમે લોકોને કહેવા માગીએ છીએ કે સોશિયલ મીડિયા પર ફરતા એવા મેસેજને ગંભીરતાથી ન લેશો.

એવા અનેક દેશ છે જ્યાં મોટી વસતીને બુસ્ટર ડૉઝ પણ આપી દેવાયા છે, ત્યાં પણ વેરિયન્ટ લોકોને શિકાર બનાવી રહ્યો છે? એવું કેમ?
આ વાત સમજવી પડશે કે શરીરમાં એન્ટિબોડી કેવી રીતે બને છે. કયા એન્ટિબોડી લાંબા સમય સુધી ટકે છે. ભારતમાં વેક્સિન તો અપાઈ છે પણ તેનાથી પણ મોટી વાત એ છે કે લગભગ સંપૂર્ણ વસતી સંક્રમિત થઇ ચૂકી છે. નેચરલ સંક્રમણથી બનેલા એન્ટિબોડી જીવનકાળ સુધી રહી શકે છે. એવામાં એ અસંભવ જ છે કે “XE’ પહેલાંથી શરીરમાં હાજર એન્ટિબોડીને હરાવી પોતાનું સ્થાન બનાવી શકે. આ ફક્ત એ જ દેશોમાં વધારે ફેલાઈ રહ્યો છે જ્યાં પહેલાં ઓછા લોકોને ચેપ લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...