તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Enthusiasm For Vaccination Among Youth In Ahmedabad, Vaccine Slot Book At More Than 50 Centers In The City, Registration Will Now Take Place After 5th May

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશને સ્પીડ પકડી:અમદાવાદમાં યુવાનોમાં વેક્સિનેશનનો ભારે ઉત્સાહ, શહેરના 50થી વધુ સેન્ટર પર વેક્સિન સ્લોટ બૂક, હવે 5મે પછીનું રજિસ્ટ્રેશન થશે

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • Cowin વેબસાઈટ પર 5 મે બાદની તારીખ પણ ઝડપથી બુક થઈ રહી છે

રાજ્યમાં 1લી મેથી અમદાવાદ સહિત 10 જિલ્લામાં 18 વર્ષથી 44 વર્ષના વયના લોકોને કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત થઈ છે. ગઈકાલે શનિવારે અમદાવાદમાં યુવાનોએ વેક્સિન લેવા માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. વહેલી સવારથી જ વેક્સિન લેવા યુવાઓ લાઈનમાં લાગી ગયા હતા. અમદાવાદમાં યુવાનો વેક્સિન લેવા માટે ઉત્સાહ દર્શાવી રહ્યા છે.

કોર્પોરેશનના 55 સેન્ટર પર રજિસ્ટ્રેશન ફૂલ
Cowin વેબસાઈટ મુજબ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાળવેલા અનેક સેન્ટર પર 18 વર્ષથી 44 વર્ષના લોકોના વેક્સિનના 4 દિવસના સ્લોટ બુક થઈ ગયા જેથી હવે 5 મે પછી જ વેક્સિન તેઓ લઈ શકશે. Cowin વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવેલા સેન્ટર પર વેક્સિન લઈ શકાય છે. આજે સવારે 11 વાગ્યાની સ્થિતિએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 55 જેટલા સેન્ટર પર 5 મે સુધી 18થી 44 વર્ષના લોકોનું વેક્સિન માટે રજિસ્ટ્રેશન ફૂલ થઈ ગયું છે.

5મે બાદની કોઈ તારીખમાં હવે વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરી શકશે
5મે બાદની કોઈ તારીખમાં હવે વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરી શકશે

હવે 5મે બાદ વેક્સિન માટે રજિસ્ટ્રેશન થશે
5મે બાદની કોઈ તારીખમાં હવે વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરી શકશે. આ ઉપરાંત કેટલાંક સેન્ટરો પર વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરી શકાશે કે કેમ તેની કોઈ માહિતી અપડેટ કરવામાં આવી નથી. જેથી ત્યાં હવે વેક્સિન આપવામા આવે છે કે કેમ તેને લઈ લોકોમાં સવાલ ઉભા થયા છે.

અ'વાદમાં વેક્સિન લેવા લાંબી લાઈન, ક્યાંક રજિસ્ટ્રેશન વેરિફિકેશન ન થયું, તો ક્યાંક વેક્સિનેશન જ કેન્સલ થતા લોકોને ભારે હાલાકી
અ'વાદમાં વેક્સિન લેવા લાંબી લાઈન, ક્યાંક રજિસ્ટ્રેશન વેરિફિકેશન ન થયું, તો ક્યાંક વેક્સિનેશન જ કેન્સલ થતા લોકોને ભારે હાલાકી

ક્યાં ક્યાં સેન્ટર પર રજિસ્ટ્રેશન ફૂલ થયું ( Cowin વેબસાઈટ મુજબ)
- આદિનાથ પ્રાથમિક સ્કૂલ, વસ્ત્રાલ
- આંબલી પ્રાથમિક સ્કૂલ
- આંબેડકર હોલ, દાણીલીમડા
- બાગેફિરદોશ ગુજરાતી શાળા
- બારડોલપુરા મ્યુનિસિપલ સ્કૂલ નંબર 1, બારડોલપુરા
- બાલભારતી સ્કૂલ
- ચાંદલોડિયા પ્રાથમિક શાળા
- છારોડી પ્રાથમિક શાળા
- સીટી સ્કૂલ, ખીજળીની પોળ
- દરિયાપુર શાળા નંબર 8
- ઘોડાસર ગામ શાળા નંબર 2

ગઈકાલે નવરંગપુરા ખાતે આવેલી શાળા નંબર 7-8માં પણ લાઈનમાં રહી યુવાનોને વેક્સિન આપવામાં આવી હતી
ગઈકાલે નવરંગપુરા ખાતે આવેલી શાળા નંબર 7-8માં પણ લાઈનમાં રહી યુવાનોને વેક્સિન આપવામાં આવી હતી

- હિના વોરા સ્કૂલ - જહાંગીરપુરા સ્કૂલ - જોધપુર શાળા નંબર 2 - KGK સ્કૂલ કુબેરનગર - કાંકરિયા ગુજરાતી શાળા નંબર 1 - ખોખરા પબ્લિક સ્કૂલ - MB પટેલ જ્ઞાનજ્યોત હાઈસ્કૂલ - મહારાજા અગ્રસેન સ્કૂલ - મકતમપુરા પ્રાથમિક શાળા - મણિનગર ગુજરાતી શાળા નંબર 6 - નૂતન વિદ્યા મંદિર - સાબરમતી શાળા નંબર 5 - સ્વામિનારાયણ હાઈસ્કૂલ હાથીજણ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો