• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Employees Of State Government Colleges Have To Go To Gandhinagar With The Required Documents If They Want To Be Transferred In Case Of Husband And Wife.

પરિપત્ર:રાજ્યની સરકારી કોલેજના કર્મચારીઓ પતિ પત્નીના કિસ્સામાં બદલી કરાવવા ઈચ્છતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ લઈને ગાંધીનગર જવુ પડશે

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કર્મચારીની રજૂઆત બાદ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા નિર્ણય લઈને બદલી કરવામાં આવશે

સરકારી કોલેજોમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પતિ પત્ની હોય અને અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હોય તેવા પતિ પત્ની બદલી કરાવવા ઇચ્છતા હોય તો આજે ગાંધીનગર વાણિજ્ય કોલેજ ખાતે જરૂરી ડોક્યુમેન્ટ લઈને જવું પડશે. ત્યાર બાદ શિક્ષણ કમિશનર દ્વારા બદલીનો નિર્ણય કરવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ લઈને ગાંધીનગર જવું પડશે
ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીથી સંયુક્ત કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં જણાવ્યું છે કે સરકારી કોલેજમાં હાલમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પતિ/પત્ની અન્ય સ્થળે હાલ સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તેઓની પતિ પત્નીના કિસ્સામાં બાળકી કરવા રજૂઆત કરવા ઈચ્છતા હોય તેઓએ આજે સવારે 11 વાગે પોતાના આચાર્યના પત્ર સાથે બદલી અરજી અને જરૂરી આધારો સાથે રૂબરૂમાં ગાંધીનગરની વાણિજ્ય કોલેજ ખાતે હાજર રહેવાનું રહેશે.

શિક્ષણ કમિશ્નરનો પરિપત્ર
શિક્ષણ કમિશ્નરનો પરિપત્ર

શિક્ષણ કમિશનર દ્વારા બદલીનો નિર્ણય કરાશે
અરજદારે રૂબરૂ હાજર રહેવાનું રહેશે, રૂબરૂ હાજર રહેશે તો જ રજૂઆત માન્ય ગણવામાં આવશે. અરજદારે પોતાના લગ્નની પ્રમાણ પત્ર,પતિ પત્નીનાં હાલના ફરજ પરના સ્થળના સક્ષમ અધિકારીનું નોકરી અંગેનું પ્રમાણપત્ર, છેલ્લી પગાર સ્લીપ, હાલની ફરજ પરના સ્થળ પર નિમણૂંક હુકમ બાળકોની દરખાસ્તમાં સાથે રાખવાનું થશે. રજૂઆત બાદ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા નિર્ણય લઈને બદલી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...