હડતાળ મોકુફ:સરકારે પ્રશ્નોનું નિરાકરણ કરવાની હૈયાધારણા આપતાં એસ.ટી નિગમના કર્મચારીઓએ માસ સીએલ પર જવાની જાહેરાત પરત ખેંચી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગઈ કાલે અમદાવાદમાં ગીતા મંદિર સ્ટેન્ડ પર વિરોધ પ્રદર્શન કરાયું હતું - Divya Bhaskar
ગઈ કાલે અમદાવાદમાં ગીતા મંદિર સ્ટેન્ડ પર વિરોધ પ્રદર્શન કરાયું હતું
  • એસ.ટી નિગમના કર્મચારીઓએ સરકારને માસ સીએલ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી

એસ.ટી નિગમના ત્રણેય સંગઠનોની વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ થઈ છે. જેમાં ત્રણેય સંગઠનના પ્રતિનિધિઓ સાથે લાંબી ચર્ચા કર્યા બાદ વિભાગે એસટી કર્મચારીઓના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હૈયાધારણ આપી છે. જેને લઇને કર્મચારીઓની માસ સીએલ પર જવાની જાહેરાતને પરત લેવામાં આવી છે.

આ માંગણીઓ નિગમના કર્મચારીઓએ દર્શાવી હતી
એસ.ટી.ના કર્મચારીઓના ફિક્સ પગારમાં 16 હજાર પગાર ચૂકવવામાં આવે છે, જે મોટી અસમાનતા છે. આ સિવાય નિગમના નિવૃત્ત થતા કર્મચારીઓને 240 રજાનું રોકડમાં રૂપાંતર, એસટી અને કંડકટરના નાઈટ એલાઉન્સમાં હાલ માત્ર 100 રૂપિયા આપવામાં આવે છે, જે વધારીને 150 રૂપિયા કરવામાં આવે તેવી નિગમ માંગ કરવામાં આવી રહી છે. આ સિવાય લેબર વિભાગ સાથે થયેલ કરાર પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવે. એસ.ટી નિગમના સંગઠનોની માંગ છે કે વર્ષ 2018 બાદ ભરતી થયેલ કંડકટર અને ડ્રાઈવરનો પગાર ગ્રેડ પે સાતમા પગાર પંચ મુજબ ચૂકવવામાં આવે.

સમાધાન ફોર્મ્યુલા
સમાધાન ફોર્મ્યુલા

પ્રશ્નોનું નિરાકરણ કરવાની હૈયાધારણા આપી
દિવ્ય ભાસ્કર સાથે ત્રણેય સંગઠનના પ્રતિનિધિઓએ આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાત વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓની હડતાલના પગલે વિભાગ સાથે બેઠક ચાલી હતી. સૌથી પહેલા વાહન વ્યવહાર મંત્રી જે બાદ વિભાગના અધિકારીઓ સાથે સંગઠનના પ્રતિનિધિઓ વાટાઘાટો થઈ હતી. નિગમના કર્મચારીઓ પોતાની વિવિધ માંગોને લઈ આજ રાતે 12 વાગ્યાથી માસ સી.એલ પર જવાની જાહેરાત કરી હતી. જોકે નિગમના સંગઠનના પ્રતિનિધિઓ તથા વિભાગના અધિકારીઓ સાથે ચાલી રહેલી બેઠકમાં પ્રશ્નોનું નિરાકરણ થવાની હૈયાધારણા મળતાં જ માસ સીએલ પર જવાની જાહેરાત સમેટી લેવાઈ છે.

રાજકોટમાં બસ પોર્ટ ખાતે ઘંટનાદ સાથે વિરોધ થયો હતો
રાજકોટમાં બસ પોર્ટ ખાતે ઘંટનાદ સાથે વિરોધ થયો હતો

રાજકોટમાં બસ પોર્ટ ખાતે ઘંટનાદ સાથે વિરોધ થયો હતો
ગુજરાત રાજ્ય એસટી નિગમના 45 હજાર કર્મચારીઓનાં પડતર પ્રશ્ર્નો અંગે છેલ્લા પખવાડિયા કરતા વધુ સમયથી ચાલી રહેલી કર્મચારીઓની લડત નિર્ણાયક તબક્કે આવી ગઇ છે અને એસટી કર્મચારીઓનાં ત્રણ યુનિયનોની બનેલી સંકલન સમિતિ દ્વારા આજે મધરાતે 12 વાગ્યાથતી 8 હજાર બસોના પૈડા થંભાવી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજકોટના ડ્રાઇવર કંડક્ટર સહિતના 2300 સહિત સૌરાષ્ટ્રના 20 હજાર એસટીકર્મીઓએ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ કાર્યક્રમોનાં ભાગરૂપે રાજકોટ એસટી વિભાગીય કચેરી ખાતે આજરોજ પણ કર્મચારીઓ અને યુનિયન આગેવાનો દ્વારા શહેરના બસ પોર્ટ ખાતે પડતર પ્રશ્નો સંબંધે ઘંટનાદ સાથે ઉગ્ર સુત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.

કર્મચારીઓએ સુરતમાં કાળી પટ્ટી બાંધી સુત્રોચ્ચાર કર્યા હતાં
કર્મચારીઓએ સુરતમાં કાળી પટ્ટી બાંધી સુત્રોચ્ચાર કર્યા હતાં

સુરતમાં કાળી પટ્ટી બાંધી સુત્રોચ્ચાર કર્યા હતાં
સાતમા પગાર પંચ સહિતનાં 20 પ્રશ્નોને લઈને આખા ગુજરાત માં એસ ટીનાં તમામ કામદારો આંદોલન કરી રહ્યા હતાં. અગાઉ હાથ પર કાળી પટ્ટી બાંધી અને અલગ અલગ તારીખે સુત્રોચાર તેમજ અલગ અલગ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. આજે ફરી એક વખત વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતના એસટી ડેપો ખાતે કર્મચારીઓ એકઠા થયા હતા અને વિવિધ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરી રહેલા લોકોએ જણાવ્યું હતું કે જો આજ રાત સુધીમાં જો માંગ પૂરી નહી થાય તો રાતે 12 વાગ્યાથી એસટી બસોના પૈડા થભી જશે. 45 હજાર કામદારો હડતાળ પર ઉતરી જશે એવી ચીમકી ઉચ્ચારી હતી.