પગાર વધારો:​​​​​​​ગ્રાન્ટેડ સ્કૂલોમાં કર્મચારીઓને હવેથી પગારમાં 28 ટકા મોંઘવારી ભથ્થું મળશે, શિક્ષણ વિભાગે જાહેર કર્યો પરિપત્ર

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારી ભથ્થું ઓક્ટોબર 2021ના પગાર સાથે ચૂકવવાનું રહેશે

રાજ્ય સરકારે 7માં પગાર પંચના પગાર પંચની જાહેરાત કરી હતી, જે બાદ આજે શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ સ્કૂલોમાં કર્મચારીઓ માટે આ મહિનાથી મોઘવારી ભથ્થામાં વધારો કરવા પરિપત્ર જાહેર કર્યો છે જે મુજબ હવેથી કર્મચારીઓને 28 ટકા મોઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે.

મદદનીશ શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર દ્વારા મોઘવારી ભથ્થા માટે જાણ કરી છે. નાણાં વિભાગના ઠરાવ મુજબ ગુજરાત રાજ્ય સેવા નિયમો હેઠળના સાતમા પગાર પંચના ધોરણ મુજબ પગાર મેળવતા કર્મચારીઓને 1 જુલાઈથી મૂળ પગારના દરે મોઘવારી ભથ્થાની ચુકવણી કરવાની જોગવાઈ કરેલ છે. જેમાં છઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ મુજબ પગાર મેળવતા કર્મચારીઓને લાભ મળશે. સુધારેલા મોઘવારી ભથ્થાની દર મુજબ મોઘવારી ભથ્થુ ઓક્ટોબર 2021ના પગાર સાથે ચૂકવવાનું રહેશે. જુલાઈ 2021 અને સપ્ટેમ્બર 2021ના મોઘવારી ભથ્થાના તફાવતની રકમ ઓકટોબર 2021ના પગાર સાથે ચુકવણી કરવામાં આવશે અને ઓગસ્ટ 2021 મોઘવારી ભથ્થાની તફાવતની રકમ જાન્યુઆરી 2022માં ચૂકવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...