તહેવાર ઉજવીને વિરોધ:જૂની પેન્શન યોજના શરૂ કરવા કર્મચારીઓએ રંગોળી પણ OPSના નામની કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના શરૂ કરવા કેટલાય સમયથી માંગણી કરી રહ્યા છે. અનેક વખત આંદોલન કર્યા છતાં જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવી નથી, જેથી દિવાળીમાં પણ કર્મચારીઓએ ઘરેથી જ OPS નામની રંગોળી બનાવી વિરોધ કર્યો છે.

દિવાળીની રજામાં પણ કર્મચારીઓનો વિરોધ
શિક્ષણ વિભાગ સહિત અનેક વિભાગોમાં કામ કરતા સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગણી કરી રહ્યા છે, તથા નવી પેન્શન યોજના બંધ કરવા પણ માંગણી કરી રહ્યા છે. અનેક વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ કર્યા છતાં નિવારણ ના આવતા દિવાળીની રજાઓમાં ઘરેથી પણ કર્મચારીઓએ રંગોળીમાં OPS અને NPSના લખાણ લખીને વિરોધ કર્યો છે અને પોતાની માંગણી કરી છે.

નવરાત્રીમાં પણ બેનર સાથે ગરબા રમ્યાં
રાજ્યના સરકારી ઈજનેરી કોલેજ આ અધ્યાપકોએ અગાઉ નવરાત્રીમાં વિવિધ બેનર સાથે ગરબા રમીને વિરોધ કર્યો હતો, તે બાદ હવે દિવાળી આવતા આ કર્મચારીઓએ અનોખો વિરોધ કર્યો છે. ઘર સજાવ્યું તેમાં પણ અનેક લખાણ લખીને પોતાની માંગણી પર મક્કમ રહ્યા છે.

રાજ્યના સરકારી ઈજનેરી કોલેજ આ અધ્યાપકોએ અગાઉ નવરાત્રીમાં વિવિધ બેનર સાથે ગરબા રમીને વિરોધ કર્યો હતો તે બાદ હવે દિવાળી આવતા આ કર્મચારીઓએ અનોખો વિરોધ કર્યો છે.ઘર સજાવ્યું તેમાં પણ અનેક લખાણ લખીને પોતાની માંગણી પર મક્કમ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...