તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટના CCTVમાં કેદ:લગ્નની શેરવાનીના શો રૂમના કર્મચારીએ ગ્રાહકોએ આપેલી સિક્યુરિટી ડિપોઝીટના 1 લાખ રૂપિયા ચોર્યા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી - Divya Bhaskar
CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી
  • બપોરે જમવાનો બ્રેક મળતાં જ કાઉન્ટરમાં પડેલા એક લાખ રૂપિયા કર્મચારીએ કાઢી લીધા હતા

કોરોના કાળની વચ્ચે લગ્ન સિઝન ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં લગ્ન માટે શેરવાની ભાડે આપતાં શો રૂમમાં નોકરી કરતા કર્મચારીએ ગ્રાહકોએ ડીપોઝિટ પેટે આપેલા એક લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. શો રૂમના માલિકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કર્મચારીએ જ કાઉન્ટરમાં પડેલા એક લાખ રૂપિયા કાઢી લીધા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના નવરંગપુરામાં સીજી રોડ સ્થિત શૂટ અને શેરવાની ભાડે આપવાનો વેપાર કરતા શો રૂમમાં રાબેતા મુજબ કામ ચાલતું હતું. લગ્નની સિઝન હોવાથી શો રૂમમાં શેરવાની લેવા માટે આવેલા ગ્રાહકોએ ડિપોઝીટ પેટે એક લાખ રૂપિયા જમા કરાવ્યા હતાં. આ તમામ રૂપિયા કાઉન્ટરમાં પડ્યાં હતાં. ત્યારે બપોરે રોજની જેમ જમવાનો બ્રેક પડતાં શો રૂમમાં સેલ્સમેન તરીકે કામ કરતા કર્મચારીએ ગ્રાહકોએ આપેલી સિક્યુરિટી ડિપોઝિટના એક લાખ રૂપિયા કાઉન્ટરમાંથી લઈ લીધાં હતાં. જ્યારે શો રૂમના માલિકે કાઉન્ટરમાં પડેલા રૂપિયા નહીં મળતાં CCTV ચેક કર્યાં હતાં. જેમાં સેલ્સમેન રૂપિયા કાઢતો જોવા મળ્યો હતો. બાદમાં શો રૂમના માલિકે પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે CCTV ફૂટેજને આધારે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...