સાણંદમાં જગતપુર ગામ ખાતે રામજી મંદિરની બાજુમાં આવેલા સહજાનંદ ટ્યુબવેલ સર્વિસ નામના ગોડાઉનમાં રહેતા ઈશ્વરભાઈ પ્રભાતસિંહ બારૈયા ત્યાં જ મોટર ફિટિંગનું કામ કરતા હતા. 13મી મેએ સવારે ઈશ્વરભાઈ કંપનીની ગાડીમાં ડ્રાઇવર અજિતભાઈ કનુભાઈ પંચાલ સાથે કામથી ચાંગોદર જઈ રહ્યા હતા એ વખતે એસજી હાઈવે પર સાણંદ સર્કલ ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર બ્રિજની દીવાલ સાથે અથડાઈ હતી, જેમાં ઇશ્વરભાઈ બ્રિજ પરથી નીચે રોડ પર પડ્યા હતા, જેમાં તેમને માથાના ભાગે, બંને હાથના કાંડા પર તેમ જ પગના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
આ અંગે ઈશ્વરભાઈના નાના ભાઈ ભેમાભાઈ પ્રભાતભાઈ બારૈયાએ એસજી હાઈવે 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારના ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગે ગુનો નોંધી તપાસ કાર્યવાહી શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.