હવામાનની અસર:મુસાફરની તબિયત લથડતાં ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ, લખનઉ-મુંબઈ ફ્લાઇટ અમદાવાદ લેન્ડ કરાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

લખનઉથી મુંબઈ જતી ગો એરની ફ્લાઈટમાં મુસાફરની તબિયત લથડતાં અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. લખનઉથી મુંબઈ જતી ફલાઈટના એક મુસાફરની તબિયત લથડતા ક્રૂ મેમ્બરોએ પાઇલટને જાણ કરી હતી.

આ સમયે નજીકનું એરપોર્ટ અમદાવાદ હોવાથી પાઇલટે અમદાવાદ એટીસીનો સંપર્ક સાધી ઈમર્જન્સી લેન્ડિંગની મંજૂરી માંગી હતી, જેને ગ્રાહ્ય રાખી રાતના 10. 30 વાગે ફલાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બીજી તરફ મેડિકલ ઈમર્જન્સી માટે આઈસીયુ ઓન વ્હિલ્સ એમ્બ્યુલન્સને તૈયાર રાખવામાં આવી હતી. ફ્લાઈટનું લેન્ડિંગ થતા જ એમ્બ્યુલન્સ ફ્લાઈટ સુધી પહોંચાડવામાં આવી હતી અને 8 મિનિટના ગાળામાં બીમાર મુસાફરને લઈને એમ્બ્યુલન્સ હોસ્પિટલ જવા રવાના થઈ હતી.

અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગની છેલ્લા 48 કલાકમાં આ બીજી ઘટના છે. બે દિવસ પહેલાં બેંગકોકથી અબુધાબી જતી ફલાઈટના એક ક્રૂ મેમ્બરને ચાલુ ફલાઈટમાં ત્રણ વખત ખેંચ આવતા તેમની તબિયત લથડી હતી, જેના પગલે આ ફ્લાઇટનું પણ ઈમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...