તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક જામ:એલિસબ્રિજ : એક બ્રિજ બંધ રહેતાં બીજા બ્રિજ પર આ હાલત છે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચાડતો નહેરૂ બ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવ્યો છે. જેનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. જે પૂરું ન થતાં આ પ્રકારનો ટ્રાફિક અહીં જામ થઇ જાય છે. હજારો લોકોનો સમય અને સ્વાસ્થ્ય બગડી રહ્યાં છે. - Divya Bhaskar
શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચાડતો નહેરૂ બ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવ્યો છે. જેનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. જે પૂરું ન થતાં આ પ્રકારનો ટ્રાફિક અહીં જામ થઇ જાય છે. હજારો લોકોનો સમય અને સ્વાસ્થ્ય બગડી રહ્યાં છે.
 • મણિનગર, બાપુનગર, સારંગપુર, વસ્ત્રાલ,રખિયાલ અને જમાલપુર તરફ જતાં બ્રિજ પાસે આ રીતે જ ટ્રાફિક જામ થાય છે

આ છે ધબકતું અમદાવાદ. જો કે કોરોનાકાળમાં આ ભીડ ભારે પડી શકે છે. પરંતુ તેનો કોઈ ઉકેલ પણ નથી. કેમ કે નહેરૂબ્રિજ રિપેરિંગ કામને લઇને બંધ કરવામાં આવેલો હોવાથી એલિસબ્રિજ પર પૂર્વ તરફ જતાં વાહનો એટલી સંખ્યામાં હોય છે કે આવું દ્રશ્ય સર્જાય છે. જો કે આટલા ટ્રાફિક વચ્ચે કોમનમેનને રોડ ક્રોસ કરીને એક તરફથી બીજી તરફ જવું હોય તો કેવી મુશ્કેલી પડે તે તસવીર જોતાં ખ્યાલ આવે છે. હાલ કોરોનાકાળ છે ત્યારે ટ્રાફિકની આ સમસ્યાની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગના પણ લીરે લીરા ઉડી રહ્યાં છે. સવારે અને સાંજે એક બ્રિજ બંધ રહેવાથી બીજા બ્રિજ પર કેટલું ભારણ આવે છે તે આ તસવીરનો બોલતો પૂરાવો છે. અહીંના સ્થાનિક લોકો કહે છે કે નહેરૂ બ્રિજનું કામ ઝડપથી આગળ વધે તો સારું બાકી ગોકળગાયની ગતિએ ચાલશે તો રોજ આવા જ દ્રશ્યો સર્જાશે.

વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી

પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદને જોડતા જે બ્રિજ છે તે તમામ પિક અવર્સમાં પેક રહે છે. તેવામાં નહેરૂ બ્રિજ બંધ થતાં આ તમામ ટ્રાફિક એલિસબ્રિજ પર ડાયવર્ટ થયો છે. બ્રિજ બંધ કરતાં પહેલાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર હતી. સવારે અને સાંજે જ નહીં બપોરે પણ અહીં ટ્રાફિક જામ થઈ જાય છે અને નીકળવું મુશ્કેલ બને છે. -લીના પટેલ,મણિનગર

વાહનચાલકોની સ્થિતિ કફોડી છે

અમારે દરરોજ પૂર્વથી પશ્ચિમમાં આવવાનું થાય છે. પહેલેથી જ તમામ બ્રિજથી પસાર થતાં જે ટ્રાફિક સર્કલ આવે ત્યાં વાહનોને લઈને લાઈનો હોય છે. તેવામાં નહેરૂ બ્રિજ બંધ થતાં એલિસ બ્રિજ પર વાહનચાલકોની સ્થિતિ કફોડી થઈ છે. તંત્રએ કોઈ ઓપ્શન વિચાર્યા બાદ જ નહેરુબ્રિજ બંધ કરાવવાની જરૂર હતી. -દિપક જાંગીડ,સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો