પ્રવાસન સ્થળો વિકસાવાશે:સ્ટેચ્યૂ ઓફ યુનિટી, પોળો ફોરેસ્ટ સહિત 11 પ્રવાસન સ્થળને વિકસાવાશે, કેબિનેટની બેઠકમાં યાદી રજૂ કરાઈ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્ટેચ્યૂ ઓફ યુનિટી - Divya Bhaskar
સ્ટેચ્યૂ ઓફ યુનિટી
  • ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ પ્રવાસન સ્થળોની યાદીમાં સમાવવામાં આવ્યા
  • 11 પ્રવાસન સ્થળમાં ધાર્મિક, પ્રવાસન અને ઐતિહાસિક તથા પૌરાણિક વિરાસત ધરાવતા સ્થળો સામેલ

રાજ્યમાં 11 પ્રવાસન સ્થળોને લઈને ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં 11 નવા પ્રવાસન સ્થળના નામની યાદી રજૂ કરાઈ છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના સમાવિષ્ઠ થયા છે. સમાવિષ્ઠ કરાયેલા તમામ સ્થળો ઐતિહાસિક અને પૌરાણિક વિરાસત ધરાવે છે. જેમાં પોળો ફોરેસ્ટ, ખંભાલીડાની ગુફા, બેટ દ્વારકા- શિયાળ બેટ, ડુમસ બીચ, ડાંગ સર્કિટ તેમજ દુનિયાના સૌથી મોટા સ્ટેચ્યૂ એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પણ સમાવિષ્ઠ કરાયું છે.

કયા સ્થળોની યાદી રજૂ કરાઈ?
1 પોળો ફોરેસ્ટ, વિજયનગર
2 ઝવેરચંદ મેઘાણી ટુરિસ્ટ સર્કિટ
3 વેળાવદર અભયારણ્ય
4 રાજકોટના ખંભાલીડા બૌદ્ધ ગુફા નજીક ટુરિસ્ટ સેન્ટર ઊભું કરવું
5 મોરબીના ટંકારા ખાતે દયાનંદ સરસ્વતી ટ્રસ્ટ
6 બેટ દ્વારકા અને શિયાળ બેટ
7 પોરબંદરને ટુરિસ્ટ સ્થળ તરીકે વિકસાવવું
8 સુરતનો ડુમસ બીચ
9 ભીમરાડના ગાંધી સ્મારક
10 સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી સાપુતારા વચ્ચે આવતાં અગત્યના પ્રવાસન સ્થળો
11 ડાંગ સર્કિટ, પંપા સરોવર, શબરી ધામ, અંજની કુંડ, ગીરા ધોધ

અન્ય સમાચારો પણ છે...