AAPની ચીમકી:ગુજરાતમાં વીજ દરોમાં 100 યુનિટ પર રૂ. 20નો વધારો પાછો ખેંચાય, આપ રસ્તા પર ઉતરી આંદોલન કરશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
આપ નેતા ઈસુદાન ગઢવીએ વીજ મુદ્દે પક્ષ રજૂ કર્યો - Divya Bhaskar
આપ નેતા ઈસુદાન ગઢવીએ વીજ મુદ્દે પક્ષ રજૂ કર્યો
  • ભાજપ સરકાર વીજબીલ વધારીને લોકોની કમર તોડી રહી છે- ઇસુદાન ગઢવી
  • ભાજપ સરકાર વીજળીના ભાવમાં વધારો કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવી રહી છે

ગુજરાતમાં વીજ દરમાં વધારા સામે આપ દ્વારા રોષ વ્યક્ત કરાયો છે. આમ આદમી પાર્ટી સરકારે વીજળીના 100 યુનિટ પર રૂ. 20ના વધારાને પાછો ખેંચવા માગ કરી છે. એટલું જ નહીં વીજ દરમાં કરાયેલો વધારો પાછો નહીં ખેંચાય તો આપ રસ્તા પર ઉતરશે અને આંદોલન કરશે.

વીજદરમાં વધારાથી 1.30 કરોડ લોકોને મોંઘવારીનો માર
પ્રદેશ નેતા ઇસુદાન ગઢવીએ વીજળીના વધેલા ભાવ અંગે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપે મોંઘવારીની માર મારવામાં કોઈ કસર બાકી રાખી નથી અને ભાજપ સરકાર વીજળીના ભાવમાં વધારો કરીને વિશ્વ રેકોર્ડ બનાવવા જઈ રહી છે. ભાજપ સરકારે ફરી વીજળીના ભાવમાં વધારો કરીને 1 કરોડ 30 લાખ લોકોને મોંઘવારીનો માર માર્યો છે. જો સરકાર 100 યુનિટ વીજળીમાં રૂ. 20ના ભાવ વધારા ને પરત નહીં લે તો આમ આદમી પાર્ટી રસ્તા પર ઉતરીને આંદોલન શરૂ કરશે. જો 1 કરોડ 30 લાખ લોકો રસ્તા પર ન આવી શકે તો આપણી જવાબદારી છે કે આપણે તેમના અધિકાર માટે અવાજ ઉઠાવવા માટે રસ્તા પર આવીએ.

ભાજપ પર ઈસુદાનના પ્રહારો
આ સરકારને પહેલા પણ ઘણા અહેવાલો આપવામાં આવ્યા છે અને જો સરકારે તે સહકાર સાથે કામ કર્યું હોત તો અત્યાર સુધીમાં ઘણા ફેરફારો આવી ગયા હોત. આ સરકાર ક્યારેય રજૂઆતમાં સમજતી નથી, અરજીઓમાં સમજતી નથી, કોઈ પત્રવ્યવહાર દ્વારા સમજતી નથી અને જ્યારે કોઈ આંદોલન કરવા રસ્તા પર આવે છે ત્યારે તેને વિરોધ કરવા પણ દેતી નથી. આ લોકશાહીનું હનન છે. ભાજપ અંગ્રેજોની ટેક્નિક અપનાવી રહી છે. આ દેશની જનતાએ અંગ્રેજોને પણ ભગાડી દીધા હતા, તો બીજેપી કયા ખેતની મુળી છે? આ વખતે ગુજરાતની જનતા અહંકારી અને ભ્રષ્ટ ભાજપને ભગાડી દેશે.

ગુજરાતમાં 15 મેથી રાજ્યના 6 સ્થળોએથી પરિવર્તન યાત્રા અંગે માહિતી આપતા આપ નેતાઓ
ગુજરાતમાં 15 મેથી રાજ્યના 6 સ્થળોએથી પરિવર્તન યાત્રા અંગે માહિતી આપતા આપ નેતાઓ
અન્ય સમાચારો પણ છે...