તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓટોમોબાઇલ:ઇલેક્ટ્રિક કાર લોકોની પહેલી પસંદ પણ ચાર્જિંગ સુવિધાના અભાવથી વર્ષે માંડ 100 કાર વેચાય છે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ચિરાગ રાવલ
 • કૉપી લિંક
 • ડીલરોના મતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસે, સરકાર નીતિ બનાવે તો પ્રોત્સાહન મળશે

અમદાવાદીઓ પ્રદૂષણ નાથવા ઇલેક્ટ્રિક કાર તરફ વળ્યા છે. પરંતુ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે અને કારની વધુ કિંમતને લીધે અમદાવાદમાં વર્ષે 100 ઈલેક્ટ્રીક કારનું વેચાણ થાય છે. ડીલર્સ એસોસિએશના જણાવ્યા મુજબ ચાર્જિંગ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકાર તરફથી ચોક્કસ પોલીસી બનશે તો ઓછી કિંમતની કારથી લોકો આકર્ષાશે.

પ્રદૂષણ અટકાવવા અને પેટ્રોલ ડિઝલના ખર્ચને બચાવવા લોકો ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું પસંદ કરે છે. પરંતુ હાલ ઈલેક્ટ્રીક કારની કિંમત 10 લાખથી લઇ 27.70 લાખ સુધીની હોવાથી અને ચાર્જિંગ માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રકચર નહીં હોવાથી કાર ખરીદીમાં લોકો ઓછો રસ દાખવી રહ્યા છે. ફાડા ના પૂર્વ પ્રમુખે પાંચ વર્ષમાં ઇલેક્ટ્રિક કાર નું માર્કેટ વધવાની આશા વ્યક્ત કરી છે.

બે વર્ષ પહેલા 10 લાખની કિંમતની ઇલેક્ટ્રિક કાર આવી હતી. આ પછી 13 લાખ, 23 લાખ અને હવે 27.4 લાખની ઇલેક્ટ્રિક કાર બજારમાં વેચાણ માટે છે. અમદાવાદમાં અંદાજે વર્ષે 100 કારનું વેચાણ થતું હશે.

એસોસિએશન ના પ્રમુખ પ્રણવ પટેલે કહ્યું કે, ઈલેક્ટ્રીક કારની કિંમત વધુ છે. આ ઉપરાંત અમદાવાદમાં ચાર્જિંગ માટે પૂરતું ઇન્ફાસ્ટ્રકચર નથી. સરકાર તરફથી પણ ઇલેક્ટ્રિક કાર માટે ચોક્કસ પોલીસી બનાવાઈ નથી. આ બધી બાબતો પરિપૂર્ણ થઇ જશે તો લોકો ઈલેક્ટ્રીક કાર તરફ વળશે. હાલ અમદાવાદમાં વર્ષે 150થી 200 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું વેચાણ થાય છે.

ફાડાના પૂર્વ પ્રમુખે કહ્યું કે, લોકો પ્રદૂષણ બચાવવા સોલાર સિસ્ટમ વસાવી રહ્યા છે. શરૂઆતમાં લોકોએ ઓછો રસ દાખવ્યો હતો. પરંતુ સરકારની સબસિડીની યોજના હેઠળ સોલર સિસ્ટમ માં વધારો થઈ રહ્યો છે. આવી જ રીતે વિવિધ કંપનીઓ વધુ ડિસ્કાઉન્ટ સ્કીમ અને સરકાર સબસીડી વધારશે તો ગ્રાહકો ઇલેક્ટ્રિક કાર તરફ વળશે. આગામી ત્રણથી પાંચ વર્ષમાં ઇલેક્ટ્રિક કારનો યુગ શરૂ થશે.

સોલર સિસ્ટમની જેમ સબસિડી જરૂરી
શહેરમાં બેટરી સંચાલિત કારોની સંખ્યા છથી 12 મહિનામાં વધશે. આ વાહનોના વેચાણમાં વધારો થાય માટે સરકારે ટુવ્હીલરની સાથે કારમાં વધુ સબસીડી આપવી પડશે. દિલ્હી સરકારે બેટરી સંચાલિત કારમાં સબસિડી આપવાની અને ચાર્જિંગ સ્ટેશન ખોલવા કરેલી જાહેરાતથી રાજ્યનું વાહન વ્યવહાર વિભાગ પણ દોડતું થઇ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો