ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ની વર્ષ 2022-23ની ચૂંટણીની તારીખ 2 જુલાઈ નક્કી કરાઈ છે. જોકે આ તારીખમાં હજી ફેરફાર કરવા કેટલાક સત્તાધીશો તત્પર હોવાનું મનાય છે. બીજી તરફ ચેમ્બરમાં હોદ્દો મેળવવા મહત્ત્વાકાંક્ષી મેમ્બરોએ લોબિંગ શરૂ કરી દીધું છે. જ્યારે કેટલાક પદવાંચ્છુ ઉમેદવારો પોતપોતાના ગોડફાધરના સતત સંપર્કમાં હોવાનું ચર્ચાય છે.
ચેમ્બરમાં મહત્ત્વના ગણાતા સિનિયર વાઇસ પ્રેસિડન્ટના હોદ્દા માટે દાવેદારોની સંખ્યા વધુ છે. સિનિયર વાઇસ પ્રેસિડન્ટ માટે ભાર્ગવ ઠક્કર, સંજીવ છાજડ, મિહિર પટેલ, જીગીશ દોશીના નામો ચર્ચાય છે. જોકે સિનિયર વાઇસ પ્રેસિડન્ટ પદ માટે પ્રબળ દાવેદર તરીકે ભાર્ગવ ઠક્કરનું નામ સૌથી આગળ છે. કોવિડ દરમિયાન ઠક્કરની કામગીરી અને ચેમ્બરમાં જુદા જુદા હોદ્દા સાથે જોડાયેલા હોવાથી મેમ્બરોમાં તેમની પ્રિયતા વધારે છે. જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ માટે યોગેશ પરીખ, મદનલાલ જયસ્વાલનું નામ ચર્ચાઈ રહ્યંુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.