ચૂંટણીનું જાહેરનામું:રાજ્યનાં 252 બાર એસોસિએશનની 17 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે, 21થી 30 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

બાર કાઉન્સિલ ઓફ ગુજરત દ્વારા રાજ્યના 252 બાર એસાેસિએશનની 17 ડિસેમ્બરે ચૂંટણી યાેજવાની જાહેરાત કરી છે. જેને ધ્યાનમાં રાખીને રાજયના સૌથી માેટા ક્રિમિનલ કાેર્ટ બાર દ્વાર નિયુકત કરાયેલા ચૂંટણી કમિશનરે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું છે. આથી હાેદ્દા અને કારાેબારી લડવા માગતા ઉમેદવારાેએ ઉત્સાહપૂર્વક પ્રચાર-પસાર શરૂ કરી દીધાે છે.

અમદાવાદ ક્રિમિનલ કાેર્ટે ચૂંટણી કમિશર તરીકે ભરત ભગત, ગુલાબખાન પઠાણની નિયુક્તિ કરી છે. જ્યારે જાેઇન્ટ ચૂંટણી કમિશનર તરીકે પંકજ ચાેકસી, એચ.એમ.મર્ચન્ટ, હરીશસિંહ સાેલંકી અને મનીષા પરીખની નિયુક્તિ કરી છે. ચૂંટણી કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. 21 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ફાેર્મ ભરી શકાશે. 1 ડિસેમ્બેર ઉમેદવારી ફાેર્મની ચકાસણી કરાશે. તેમજ 3 ડિસેમ્બરે ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ છે. જ્યારે 17 ડિસેમ્બરે 10થી 5 સુધી મતદાન થશે. એ જ દિવસે સાંજે 6 વાગે પ્રમુખ, સેક્રેટરી, ઉપપ્રમુખ, લાયબ્રેરી સેક્રેટરી, જાેઇન્ટ સેક્રેટરી અને મહિલા પ્રતિનિધિની મતગણતરી યાેજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...