રાજપથ ક્લબ ચૂંટણી:10 ડિરેક્ટર બિનહરીફ થતાં ચૂંટણી મોકૂફ, પાવર પેનલના જૂના જોગી અનિલ શાહની વાપસી થઈ

અમદાવાદ2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપથ ક્લબ - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજપથ ક્લબ - ફાઇલ તસવીર

રાજપથ ક્લબના ડિરેક્ટરોની ચૂંટણીના છેલ્લા દિવસે એક પણ ફોર્મ ન ભરાતા તમામ 10 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા છે. ફોર્મ વિતરણ અને પરત લેવાના છેલ્લા દિવસ સુધી 10 ડિરેક્ટરો ઉપરાંત એકપણ ફોર્મનું વિતરણ ન થતાં ચૂંટણી મોકૂફ થઇ હતી. આમ તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાઇ આવતાં, એજીએમમાં તેઓની સત્તાવાર નિમણૂક કરાશે.

રાજપથ ક્લબના 30 ડિરેક્ટરોમાંથી દર વર્ષે 10 ડિરેક્ટરો માટે ઇલેક્શનનું આયોજન થાય છે. આ વર્ષે 10 બોર્ડ મેમ્બરો સામે ઇલેક્શન જાહેર કરાયું હતું. જેના માટે 26 ઓગસ્ટે રાજપથ ક્લબની ચૂંટણી અને એજીએમ થવાની હતી.

10 ડિરેક્ટરોમાંથી કમલેશ પટેલ અને રાજેશ જોબલિયા નિવૃત્ત થતાં તેમને સ્થાને મનોજ પટેલ(મુખી) અને જૂની પાવર પેનલના અનિલ શાહની નિમણૂક કરવામાં આવી છે. પાવર પેનલના તમામ સભ્યો બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.

આ 10 ડિરેક્ટરો બિનહરીફ રહ્યા

 • દિલીપ મહેન્દ્રભાઇ પટેલ
 • અનિલ શાહ
 • કિરણકુમાર વસાણી
 • મિશેલ પટેલ
 • મુકેશ કાંતિલાલ પટેલ
 • પ્રાગજીભાઇ કાકડિયા
 • મનોજ પટેલ (મુખી)
 • રાજીવ અરવિંદભાઇ શાહ
 • રક્ષેશ સત્યા
 • રક્ષિત પટેલ