ચૂંટણી:ગુજરાત ચેમ્બરના હોદ્દેદારોની ચૂંટણી 11 જુલાઈએ થશે

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત ચેમ્બર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (જીસીસીઆઇ)ની હાઇપ્રોફાઇલ ચૂંટણી 11 જુલાઈએ યોજાશે. પ્રમુખ સિવાય સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, 24 કમિટિઓના સભ્યોની ચૂંટણી યોજાશે. ચૂંટણી અધિકારી તરીકે આઇએએસ પી.કે. લહેરીની નિમણૂક કરવામાં આવી છે.  કારોબારી સમિતિનો જૂનમાં કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. શુક્રવારે બોલાવામાં આવેલી મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચેમ્બરના બંધારણ મુજબ હાલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટને પ્રેસિડેન્ડ બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...