તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાનની કોટવાસીઓને સલાહ:જમાલપુર ખાડીયાના લોકોને યુવાને કહ્યું- ઈલેક્શન 10 દિવસ છે, મહોલ્લાવાળા કોઈ અદાવત ન રાખે, વિડિયો વાઈરલ

અમદાવાદ20 દિવસ પહેલા
ફરહાન ખાન આપકા સેવક નામથી જાણીતા યુવકની તસવીર
  • કોઈ પક્ષ કે પાર્ટીના બેનર હટાવીને કે પોસ્ર્ટર હટાવીને કોઈ સંબંધ ન બગાડીએ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી 21મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ઈલેક્શન 10 દિવસ છે, મહોલ્લાવાળા કોઈ અદાવત ન રાખે તેમ કહીને શહેરના લોકોમાં ચૂંટણીની અદાવતના કારણે કોઈ સંબંધ ન વણશે તેવી સલાહ આપતા એક યુવાનનો વિડિયો સોશિયલ મિડિયામાં વાઈરલ થયો છે. આ વિડિયોમાં યુવાન જમાલપુર ખાડીયા કોટ વિસ્તારના લોકોને સંબોધી રહ્યો છે અને સમજાવી રહ્યો છે.

પાર્ટી કે કોઈના વિરોધમાં કોઈ નુકશાન ન થાય તેના પ્રયાસ કરવા
સમગ્ર રાજ્યમાં હાલ ચૂંટણીના પ્રચાર થઈ રહ્યા છે તેવા સમયે રાજકીય પક્ષ અને ઉમેદવાર મતદારોને આકર્ષવા માટે સામ, દામ, દંડ અને ભેદની રણનીતિ અપનાવી રહ્યા છે. ઘણી જગ્યાએ લોકોમાં પાર્ટી કે પક્ષના વિરોધમાં કોઈને નુકશાન ન કરે કે તેવો માહોલ સર્જે નહીં તે માટે સ્થાનિક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદના કોટ વિસ્તારનો ફરહાન ખાન આપકા સેવકના નામથી જાણીતાં યુવક લોકોને અપીલ કરે છે કે, ઇલેક્શન 10 દિવસ જ છે પછી આપણે સાથે જ રહેવાનું છે, કોઈના માટે મનમાં અદાવત ન રાખીએ તેમ કહી રહ્યો છે.

વૈમનસ્ય ન રાખવા સલાહ
અમદાવાદના કોટ વિસ્તારમાં ખાસ કરીને જમાલપુર ખાડીયામાં હાલ વિવિધ પક્ષ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેવામાં ઘણી જગ્યાએ લોકો પક્ષની વાત કહીને એક બીજા પર ઉશ્કેરાઈને વાતો કરતા હોય છે. પરંતુ આ વિસ્તારમાં રહેતા ફરહાન ખાન નામના યુવકે લોકોને અપીલ કરી હતી. તેણે અપીલ કરી તેનો વિડિયો કોઈએ શૂટ કર્યો હતો અને સોશિયલ મિડિયામાં વાઈરલ કર્યો છે. વિડિયોમાં યુવક કહે કે ઇલેક્શન તો 10 દિવસમાં પતી જશે, આપણે સાથે જ રહેવાનું છે, કોઈ પક્ષ કે તેની વાતોમાં આવીને એકબીજા સાથે વૈમનસ્ય ના રાખીએ કોઈ પક્ષ કે પાર્ટીના બેનર હટાવીને કે પોસ્ર્ટર હટાવીને કોઈ સંબંધ ન બગાડીએ, આપણે કાયમ સાથે જ રહેવાનું છે ચૂંટણી તો આવે અને જાય આપણે અહીંયા જ છીએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો