તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:બોડકદેવ વોર્ડના 8 ઉમેદવાર વિરૂધ્ધ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા કલેક્ટરને ચૂંટણી પંચનો આદેશ

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
અરજદારના એડવોકેટ વિવેક ભામરે - Divya Bhaskar
અરજદારના એડવોકેટ વિવેક ભામરે
  • હાઇકોર્ટમાં દાખલ અરજીની સુનાવણી દરમિયાન અરજદારે તમામ પૂરાવા રજૂ કર્યા હતા
  • હાઇકોર્ટમાં આજે સુનાવણી દરમિયાન ચૂંટણી પંચને પગલાં ભરવા આદેશ કરાયો હતો

અમદાવાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોડકદેવ વોર્ડના 8 ઉમેદવારે ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને ખોટી માહિતી આપી હોવાના આક્ષેપને લઈને તે વોર્ડના અપક્ષ ઉમેદવાર હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં અરજદારે પૂરાવા રજૂ કરતાં હાઈકોર્ટે ચૂંટણી પંચને કાર્યવાહીનો આદેશ કર્યો હતો. ત્યારે આજે સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે અમદાવાદ કલેક્ટરને આદેશ કર્યો છે.

ચૂંટાયેલા ઉમેદવારની મુશ્કેલી વધી શકે છે
ખોટી માહિતી આપવા મુદ્દે અરજદાર આ તમામ વિરૂધ્ધ કરેલા આક્ષેપને લઈને હાઇકોર્ટ સમક્ષ તમામ પૂરાવા રજૂ કર્યા હતા. આ તમામ પૂરાવાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે ચૂંટણીપંચ યોગ્ય કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો છે. જેમાં ચૂંટણીપંચે હાઇકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને આ તમામ વિરૂધ્ધ તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવા અમદાવાદ કલેક્ટરને આદેશ આપ્યા છે. જેથી હવે આ તમામ ઉમેદવારમાં ચૂંટાયેલા ઉમેદવારની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.

જરૂર જણાય તો પોલીસ ફરિયાદ દાખલ કરવા સૂચના
અરજદારના એડવોકેટ વિવેક ભામરેએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અરજદારે આ બોડકદેવ સીટના 8 ઉમેદવાર વિરૂધ્ધ કરેલા આક્ષેપમાં તેઓએ અનેક પૂરાવા ભેગા કરેલા છે. જેમાં ઉમેદવારે રજૂ કરેલી માહિતીની ચકાસણીમાં તેઓને આ ઉમેદવારની વધારાની આવક અને વ્યવસાય હોવાનું સામે આવ્યું હતું. હાઇકોર્ટમાં આ અરજીની સુનાવણી દરમિયાન અમે તમામ પૂરાવા કોર્ટે સમક્ષ રાખ્યા હતા. જેને સાંભળ્યા બાદ કોર્ટે ચૂંટણીપંચને આદેશ કર્યો છે કે, આ બાબતે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. જેથી ચૂંટણી પંચે કલેક્ટર આ તમામ વિરૂધ્ધ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. જેમાં જો જરૂર જણાય તો 2011ના ચૂકાદા મુજબ આ તમામ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવા માટે સૂચના આપી છે. સાથે આ બાબતનો નિકાલ પણ અરજી દાખલ કર્યાના 8 સપ્તાહની અંદર કરવા માટે આદેશ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...