તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્પોરેટર સામે કાર્યવાહી!:ચૂંટણી પત્યાને 4 મહિના થયા છતાં 28 કોર્પોરેટરે ખર્ચની વિગત ન આપી, ચૂંટણી પંચે કલેક્ટરને કાર્યવાહીનો આદેશ કર્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ કલેક્ટર કચેરી - Divya Bhaskar
અમદાવાદ કલેક્ટર કચેરી
  • કોર્પોરેટરના લિસ્ટમાં 27 ભાજપ અને 1 કોંગ્રેસના કોર્પોરેટરનો સમાવેશ
  • ઇન્ડિયા કોલોની, સૈજપુર, ઠક્કરબાપાનગર, નિકોલ, વિરાટનગર, ઓઢવ, રામોલ અને હાથીજણના કોર્પોરેટર

રાજ્યમાં ચાર મહિના અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ ઉમેદવાર પોતાના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવીને પ્રચાર કર્યો હતો. જેમાં વોર્ડ કાર્યાલય, રેલી ખર્ચ, બેનરો અને પોસ્ટરોનો ખર્ચ, નાસ્તાનો ખર્ચ એમ મસમોટા ખર્ચા કરીને કાર્યકરોને પ્રચાર માટે તૈયાર કર્યા હતા. ત્યારે આજે ચૂંટણીને ચાર મહિના એટલે કે 123 દિવસ વીતી ગયા છે, છતાંય અમદાવાદના 28 કોર્પોરેટર પોતાનો ચૂંટણી ખર્ચનો હિસાબ ચૂંટણી પંચને સોંપ્યો નથી. જેથી તમામ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે ચૂંટણી પંચે કલેક્ટરને ઓર્ડર કર્યો છે.

ચૂંટણી પંચે કલેક્ટરને તમામ સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો
આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરનાર જાગૃત નાગરિક સંતોષ રાઠોડે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. હું કોઈ પક્ષ સાથે જોડાયેલો વ્યક્તિ નથી. હું એક સામાન્ય નાગરિક છું અને ચૂંટણીમાં પારદર્શિતા જળવાઈ રહે તેમાં માનું છું. જેથી મેં આ ફરિયાદ કરી. ત્યારબાદ ચૂંટણી પંચે કલેક્ટરને આ 28 કોર્પોરેટર વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટેનો આદેશ આપ્યો છે. જેથી ભવિષ્યમાં પણ કોઈ આવો કોઈ બનાવ ન બને.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

30 દિવસમાં તમામ ખર્ચની વિગત આપવી પડે
આ હિસાબ નહીં સોંપનાર કોર્પોરેટરના લિસ્ટમાં 27 ભાજપ અને 1 કોંગ્રેસના કોર્પોરેટરનો સમાવેશ થાય છે. જોકે સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 30 દિવસની અંદર તમામ કોર્પોરેટેરોએ ખર્ચની વિગત રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવાની હોય છે. જો નિશ્ચિત સમયમર્યાદામાં આ હિસાબની વિગતો કોર્પોરેટર જમા ન કરાવે તો તેને એક વાર જાણ કરી અને બીજીવાર તેને 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરવાની સત્તા ચૂંટણી પંચ પાસે હોય છે. જોકે આવું અત્યાર સુધી બન્યું નથી.

નાગરિકની ફરિયાદને પગલે કાર્યવાહી થશે
આ બાબતે જાગૃત નાગરિકે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. જેને લઇને હવે ચૂંટણી પંચે કલેક્ટર આ કોર્પોરેટર વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે. ચૂંટણી ખર્ચનો હિસાબ જમા ન કરાવનાર કોર્પોરેટરમાં શહેરના ઇન્ડિયા કોલોની, સૈજપુર, ઠક્કરબાપાનગર, નિકોલ, વિરાટનગર, ઓઢવ, રામોલ અને હાથીજણનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...