તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:​​​​​​​ઉમેદવારના મોતની જાણ હોવા છતાં પણ ચૂંટણી ઓફિસરે મતગણતરી કરાવી, મૃત ઉમેદવાર વિજેતા બન્યાં, હરિફ ઉમેદવાર કોર્ટમાં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટે - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટે
  • સાણંદના તાલુકા પંચાયતની પીંપળ બેઠકમાં કાઉન્ટીગના 1 દિવસ અગાઉ અપક્ષ ઉમેદવારનું અવસાન થયું હતું
  • કોર્ટે આ બાબતે રાજ્ય સરકાર, રાજ્ય ચૂંટણી કમિશન અને ઇલેક્શન ઓફિસરને નોટિસ પાઠવી છે
  • હરિફ ઉમેદવારે ફરી ચૂંટણી ન કરાવી પોતાને વિજેતા જાહેર કરવા હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી

ગુજરાત હાઈકોર્ટેમાં તાલુકા પંચાયત ઇલેક્શનને લઈને એક નવો કેસ સામે આવ્યો છે. જેમાં સાણંદ તાલુકા પંચાયતનીં પીંપળ બેઠક પરના ઉમેદવારોને લઈને વિવાદ સામે આવ્યો છે. આ બેઠક પરના ઉમેદવાર પૈકી અપક્ષ ઉમેદવારનું ઇલેક્શન કાઉન્ટીગના 1 દિવસ અગાઉ કુદરતી અવસાન થયું હતું. જેની જાણ ઇલેક્શન ઓફિસરને હોવા છતાં તેઓએ બીજા દિવસે કાઉન્ટીગ શરૂ કર્યું. જેમાં આ મૃત ઉમેદવારને વધારે વોટ મળતા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

જોકે આ ઇલેક્શનમાં બીજા ક્રમે આવનાર ઉમેદવારે આ બાબતે વાંધો ઉઠાવ્યો છે ને હાઇકોર્ટમાં આ અંગે પિટિશન દાખલ કરી છે. પિટિશન તેઓએ દાવો કર્યો છે કે તેઓને વિજેતા જાહેર કરવામાં આવે અને આ સંજોગોમાં ફરી ઇલેક્શનની જરૂર નથી. જોકે કોર્ટે આ બાબતે રાજ્ય સરકાર, રાજ્ય ચૂંટણી કમિશન અને ઇલેક્શન ઓફિસરને નોટિસ પાઠવી છે અને તેઓનો જવાબ રજૂ કરવા માટે જણાવ્યું છે.આ અંગે 1 જુલાઈના રોજ વધુ સુનાવણી યોજાશે.

પીંપળ બેઠક પરથી ઉભા રહેલાં ઉમેદવાર લીલા બહેનનું 1 માર્ચે અવસાન થયું હતું
પીંપળ બેઠક પરથી ઉભા રહેલાં ઉમેદવાર લીલા બહેનનું 1 માર્ચે અવસાન થયું હતું

કાઉન્ટીગના આગલા દિવસે જ ઉમેદવારનું મોત
એડવોકેટ નિશિત ગાંધીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ફેબ્રુઆરીમાં થયેલા તાલુકા પંચાયતના ઇલેક્શનમાં સાણંદ તાલુકા પંચાયતની પીંપળ બેઠક પરથી ઉભા રહેલાં એક ઉમેદવારનું 1 માર્ચે અવસાન થયું હતું. 2 માર્ચે કાઉન્ટીગ થવાનું હતું. આ અપક્ષ ઉમેદવારનું મૃત્યુ થતા તે સમયે ઇલેક્શન ઓફિસર અને રાજ્ય ચૂંટણી પંચને જાણ કરાઈ હતી. તે દરમિયાન રાજ્ય ચૂંટણી પંચનો જવાબ આવે તે પહેલાં આ બેઠક પર કાઉન્ટીગ શરૂ કરાયું અને આ મૃત અપક્ષ ઉમેદવારને મત ના આધારે વિજેતા જાહેર કરાયા. બીજા ઉમેદવાર જે વોટિંગમાં બીજા ક્રમે આવેલા છે તેઓ દાવો કર્યો છે કે, આ અપક્ષના ઉમેદવાર હતા અને આ સંજોગોમાં પેટાચૂંટણીની આવશ્યકતા નથી. તેથી તેઓને વોટના આધારે વિજેતા જાહેર કરવામાં આવે જોકે કોર્ટે આ બાબતે રાજ્ય સરકાર, રાજ્ય ચૂંટણી કમિશન અને ઇલેક્શન ઓફિસરને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. આ કેસની વધુ સુનવણી 21 જુલાઈ એ હાથ ધરાશે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

અપક્ષના ઉમેદવાર લીલા બહેન ઠાકોરનું અવસાન થયું હતું
સાણંદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં 24 બેઠકોમાંથી 14 BJPના ફાળામાં તો 9 પર કોંગ્રેસે જીત મેળવી છે. આ તમામ પરિણામમાં 1 માત્ર સાણંદ તાલુકા પંચાયતની પીંપળ બેઠક એવી હતી, જેમાં અપક્ષના ઉમેદવારનો વિજય થયો હતો. જે લીલા બહેન ઠાકોર હતા. પરંતું ચુંટણી પરિણામનાં આગલા દિવસે તેમનું કુદરતી અવસાન થયું હતું. સાણંદ તાલુકા પંચાયતની 24 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસે સાથે સાથે આપ તેમજ બીએસપી પણ ચૂંટણી મેદાનમાં આવી હતી. 24 બેઠકો ઉપર કુલ 152641 મતદારો મતદાન કર્યું હતું. જ્યારે જીલ્લા પંચાયતની ચાંગોદર બેઠક ઉપર 26657 મતદારો, ચેખલા બેઠક ઉપર 27162 મતદારો, માણકોલ બેઠક ઉપર 25302 મતદારો, મોડાસર બેઠક ઉપર 25731, મોરૈયા બેઠક ઉપર 23554 મતદારો તેમજ વિરોચનનગર બેઠક ઉપર 24235 મતદારો પોતાનો અમુલ્ય મત આપી જીલ્લા અને તાલુકાની બેઠક પર મતદાન કર્યું હતું.

પહેલા ભાજપમાં જોડાયા પછી અપક્ષનો હાથ પકડ્યો
સાણંદના સોયલા ગામનાં લીલા બહેન 12 વર્ષ સુધી સામાજિક કાર્યો સાથે જોડાયેલા હતા. જાહેર જીવન ઉપરાંત તેઓ ઘરે પતિને ખેતી અને પશુપાલનમાં પણ મદદરૂપ રહેતા હતાં. લીલાબહેન અને વિક્રમભાઈ દ્વારા કરાતાં સામાજિક કાર્યો થકી આસાપાસના પંથકમાં બન્નેનું નામ ખૂબજ પ્રખ્યાત બન્યું હતું. સમય જતા લીલાબહેન ભાજપમાં જોડાયાં પરંતુ સાણંદ તાલુકા પંયાયતની પીંપળ બેઠક પર તેમણે બે વખતે ટિકિટ મેળવવા પ્રયાસ કર્યો પણ ટિકિટ મળી ન હોતી. જેથી આખરે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં લડી રહ્યા હતા.