તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અમદાવાદના SG હાઇવે પર નવા બનેલા પકવાન ફ્લાયઓવરના છેડે થલતેજ અંડરપાસમાં રોડ ક્રોસ કરતા વૃદ્ધનું કારની અડફેટે મોત

અમદાવાદ4 મહિનો પહેલા
અકસ્માત સર્જનાર હોન્ડા સિટી કાર નંબર GJ 01 KD 9563. - Divya Bhaskar
અકસ્માત સર્જનાર હોન્ડા સિટી કાર નંબર GJ 01 KD 9563.

શહેરના એસ.જી. હાઇવે પર નવા બનેલા પકવાન ફ્લાયઓવરના છેડે થલતેજ અંડરપાસમાંથી ચાલીને પસાર થઈ રહેલા 62 વર્ષના વૃદ્ધને કારચાલકે રાત્રે કચડી માર્યા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારના બોનેટને નુકશાન થયું હતું અને કારનો આગળનો કાચ પણ તૂટી ગયો હતો. અકસ્માત થતાં જ કારચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. કાર પર ડોક્ટરની ગાડી પર લગાવેલો હોય તેઓ સિમ્બોલ હતો, જેથી અકસ્માત કરનારી કાર કોઈ ડોક્ટરની હોવાની આશંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

નાજ ખોડાભાઈ ખાચર નામના વૃદ્ધનું થલતેજ અંડરપાસમાંથી રોડ ક્રોસ કરતા કારની ટક્કરે મોત.
નાજ ખોડાભાઈ ખાચર નામના વૃદ્ધનું થલતેજ અંડરપાસમાંથી રોડ ક્રોસ કરતા કારની ટક્કરે મોત.

બોટાદના નાદાભાઈ ખોડાભાઈ ખાચર (62) સોમવારે રાત્રે થલતેજ અન્ડરપાસમાંથી ચાલતા પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી હોન્ડા સિટીના કારના ચાલકે (કાર નંબર GJ 01 KD 9563) તેમને અડફેટે લીધા હતા. કારની સ્પીડ એટલી બધી હતી કે અકસ્માત થતાંની સાથે જ નાદાભાઈનું ઘટનાસ્થળ પર મોત નીપજયું હતું. આ ઘટનાના પગલે રાહદારીઓ ભેગા થઇ જતાં કારચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તેમ જ 108ની ટીમ આવી હતી. જોકે નાદાભાઈનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

અકસ્માત કરનારી કાર કોઈ ડોક્ટરની હોવાની આશંકા છે.
અકસ્માત કરનારી કાર કોઈ ડોક્ટરની હોવાની આશંકા છે.

એસજી હાઈવે-2 પોલીસે કારચાલક વિરુદ્ધ અકસ્માત મોત નોંધી નાદાભાઈનો મૃતદેહ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત કરનારી કાર કોની હતી તે હજુ જાણી શકાયું નથી, પરંતુ કાર પર ડોક્ટરોની કાર પર જે સિમ્બોલ હોય તેઓ સિમ્બોલ લગાવેલો હતો, જેના આધારે આ કાર કોઈ ડોક્ટરની હોવાની શંકાના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો