હિંમત તૂટી:'મારા મોઢામાં સફેદ ફંગસ છે, ચાંદા પડ્યા છે'​​​​;​​ અમદાવાદમાં કોરોના બાદ ડાયાબિટિસથી પીડાતા વૃદ્ધે ફંગસના ડરથી ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક વૃદ્ધની તસવીર - Divya Bhaskar
મૃતક વૃદ્ધની તસવીર
  • 80 વર્ષીય વૃદ્ધને ચાર મહિના પહેલા કોરોના થયો હતો અને હવે બ્લેક ફંગસ થઈ છે તેવો ડર લાગતા પગલું ભર્યું

રાજ્યમાં કોરોનાની સાથે હવે બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઇકોસિસ નામનો રોગ હાહાકાર મચાવી રહ્યો છે. રોજના અનેક કેસો જોવા મળે છે. જેમાં કોઈને આંખ, મોઢા કે જડબાનો ભાગ કાઢી લેવામાં આવે છે. આ બ્લેક ફંગસના કારણે હવે લોકોમાં ડર ફેલાઈ ગયો છે. શહેરના પાલડી વિસ્તારમાં એકલવાયું જીવન જીવતાં વૃદ્ધને ચાર મહિના પહેલા કોરોના થયો હતો અને ડાયાબીટીસ હતો. વૃદ્ધે બ્લેક ફંગસ થઈ છે એવા ડરના કારણે પોતાના ફ્લેટના ધાબા પર જઈ ઝેર પી આપઘાત કરી લીધો હતો. પાલડી પોલીસે આ મામલે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસને મૃતકે લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તે મ્યુકોરમાઇકોસિસ થયો હોવાના કારણે દેહત્યાગ કરતા હોવાનું કારણ આપે છે.

ધાબે જઈ ઝેરી દવા પી લીધી, હોસ્પિટલમાં મોત
શહેરના પાલડી વિસ્તારમાં આવેલા અમન એપાર્ટમેન્ટમાં નિરંજનભાઈ પટેલ(ઉ.વ.80) એકલા રહેતા હતા. તેમના દીકરા મુંબઈ ખાતે રહે છે. બે દિવસ પહેલા નિરંજનભાઈએ પોતાના ફ્લેટના ધાબે જઈ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ફ્લેટના લોકો ભેગા થઈ ગયા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું. પાલડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તેમના દીકરા વગેરેનું નિવેદન લીધું હતું.

મ્યુકોરમાઇકોસિસના ડરથી વૃદ્ધે જીવન ટૂંકાવ્યું
મ્યુકોરમાઇકોસિસના ડરથી વૃદ્ધે જીવન ટૂંકાવ્યું

મ્યુકોરમાઇકોસિસ થતા વૃદ્ધે જીવન ટૂંકાવ્યું
પોલીસને મૃતકના ઘરમાંથી બે સુસાઈડ નોટ મળી આવી હતી. એકમાં તેમણે આપઘાતનું કારણ લખીને વિગતવાર કારણની ચિઠ્ઠી કબાટમાં હોવાનું જણાવ્યું હતું. જેમાં વૃદ્ધે આપઘાત કરતા પહેલા લખ્યું છે, મને મ્યુકોરમાઇકોસિસ થયો છે અને મારા માથામાં સફેદ ફંગસ-ચાંદા પડ્યા છે. હવે આ કોરોનાકાળમાં હોસ્પિટલમાં આ રોગની સારવાર મને શક્ય લાગતી નથી. તેથી હું મારા દેહનો ત્યાગ સ્વેચ્છાએ કરું છું તો મને માફ કરશો. આ રોગની વાત મારી પત્ની પુષ્પાને પણ મેં જાણ નથી કરી. તથા રોગની જાણ મારા બંને દીકરા તથા બંને વહુઓને પણ નથી.

80 વર્ષીય વૃદ્ધને ચાર મહિના પહેલા કોરોના થયો હતો
80 વર્ષીય વૃદ્ધને ચાર મહિના પહેલા કોરોના થયો હતો

'હું આ શરીરથી થાકી ગયો છું તથા હારી ગયો છું'
સુસાઈડ નોટમાં આગળ લખ્યું છે, પોલીસ ડિપાર્ટમેન્ટને જણાવવાનું કે હું મારો દેહત્યાગ સ્વેચ્છાએ કરું છું તેથી મારી ફેમિલીને ખોટા સવાલ કરીને હેરાન કરશો નહીં. મારી ફેમિલીને જણાવવાનું કે મારા શરીરમાં આ રોગ સિવાય પણ ડાયાબિટિશ તથા કોલેસ્ટ્રોલ વગેરે ઘણા રોગ છે. તેથી હું મારા આ શરીરથી થાકી ગયો છું તથા હારી ગયો છું. તેથી મારો દેહત્યાગ સ્વેચ્છાએ કરું છું. કોરોના કાળના કારણે હું દેહત્યાગ કરું છું. મારા આ કર્મને બદલ હું આપ સર્વેની માફી માગુ છું.

મૃતક વૃદ્ધની તસવીર
મૃતક વૃદ્ધની તસવીર

પોલીસે આ મામલે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, નિરંજનભાઈને ચાર મહિના અગાઉ કોરોના થયો હતો. તેઓને ડાયાબિટીસની બીમારી હતી. બ્લેક ફંગસ થઈ જશે તેવો ડર લાગતા તેઓએ ધાબે જઈ ઝેરી દવા પી લીધી હતી. પાલડી પોલીસે આ મામલે અકસ્માત મોત દાખલ કરી અને વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...