વિવાદ:કૂતરાને રોટલો નાખવા બાબતે 3 પાડોશીએ વૃદ્ધને માર માર્યો, બાપુનગર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘અહીં રોટલા ન નાખવા’ કહી મહિલાએ ઝઘડો કર્યો હતો

બાપુનગરમાં સિનિયર સિટીઝન એક કૂતરાને રોટલો નાખવા ઘરની બહાર નીકળતા તેમના પાડોશીએ કૂતરાને રોટલા નાખવાની ના પાડી કરેલી બોલાચાલીમાં ત્રણ લોકોએ સિનિયર સિટીઝનને માર માર્યો હતો. આ બાબતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

બાપુનગરમાં શાસ્ત્રીનગરના છાપરાંમાં રહેતા રમેશભાઈ ગોહેલ (ઉં.64) હાલમાં નિવૃત્ત જીવન ગુજારે છે. ગત 31 ઓક્ટોબરે રાતે કૂતરાને રોટલો નાખવા ઘરની બહાર નીકળ્યા તે સમયે પાડોશી સવિતાબેન ઠાકોરે ‘અહીંયાં કૂતરાને રોટલા નહીં નાખવાના’ તેમ કહીને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. તેમનું ઉપરાણું લઈને સવિતાબેનના બે દીકરા પુલો, અક્કુ તથા રાજુ રિક્ષાવાળાએ પણ ત્યાં આવીને ઝપાઝપી કરી રમેશભાઈને માર માર્યો હતો. આ સમયે પુલાએ લાકડાનો દંડો રમેશભાઈના ડાબા ગાલે મારી દીધો હતો.

દરમિયાન રમેશભાઈનાં પત્ની જશોદાબેને તથા તેમના પુત્ર પંકજે દોડી આવી વધુ મારથી બચાવ્યા હતા. દરમિયાન ચારેય ત્યાંથી નાસી ગયા હતા. રમેશભાઈને જડબામાં દુખાવો થતાં 108માં સિવિલ લઈ જવાયા હતા. જ્યાંથી તેમણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ચાર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...