ઢળતી સાંજે વૃદ્ધોને સરકારનો 'સાથ':રાજ્ય સરકાર દ્વારા સિનિયર સિટીઝનો માટે એલ્ડર હેલ્પલાઈન જાહેર કરાઈ, 14567 નંબર પર ફોનથી કોઈપણ ફરિયાદનું નિવારણ થશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે એલ્ડર હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

રાજ્ય સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોની મદદ માટે એલ્ડર હેલ્પલાઈન 14567 જાહેર કરવામાં આવી છે. આ હેલ્પલાઈન રાજ્યના વરિષ્ઠ નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે એક મંચ તરીકે કામ કરી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા મદદરૂપ થશે. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે કહ્યું કે, રાજ્યના વરિષ્ઠ નાગરિકોના સ્વસ્થ વૃદ્ધત્વ માટે રાજ્ય સરકાર વરિષ્ઠ નાગરિકોની હરહંમેશ પડખે છે.

મંત્રી પ્રદીપ પરમારે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર રાજ્યના તમામ વર્ગોની સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ લાવવા સતત પ્રયત્નશીલ છે. રાજ્યના વરિષ્ઠ નાગરિકોને પડતી નાની મોટી મુશ્કેલીઓના નિવારણ માટે Help Age Indiaના સહયોગથી રાજ્યમાં હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન રાજ્યના વરિષ્ઠ નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે એક મંચ તરીકે કામ કરી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા મદદરૂપ થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજના તમામ વર્ગોની અને તેમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો કે જેઓ તેમની ઢળતી જતી વયને કારણે ઘરની બહાર નીકળી શકતા નથી તેમજ, જૈફ વયે પોતાના સંતાનોની દુર્લક્ષતાને કારણે એકલતા અનુભવતા વડીલોની સરકાર દ્વારા વિશેષ સંભાળ લેવાય તે હેતુથી કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને Help Age Indiaના સહયોગથી એલ્ડર લાઇન ગુજરાત–14567ને મંજૂરી આપવામાં આવી હતી જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે.

હેલ્પ લાઈન શું કામ કરશે?
હેલ્પ એઈજ ઇન્ડિયા એ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, પોલીસ વિભાગ, મહેસૂલ વિભાગ, આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગ્રામ-શહેરી વિકાસ વિભાગ, રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, તમામ મહાનગરપાલિકા સત્તામંડળ તેમજ વૃદ્ધોના ક્ષેત્રે કામ કરતી સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ અને મંડળો સાથે સંકલનમા રહી વૃદ્ધોને લગતા પ્રશ્નો જેવા કે સાર-સંભાળ કાળજી, સલામતી, આરોગ્યની સેવાઓ, પરામર્શ, બચાવ અને પુન:સ્થાપનની કામગીરી સહભાગિતાના ધોરણે કાર્ય કરશે.

આ હેલ્પલાઈન નંબર કાર્યરત થવાથી વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય, જાગૃતિ, નિદાન, સારવાર, વૃદ્ધાશ્રમ, ડે કેર સેન્ટર, માહિતી આપવી, વરિષ્ઠ નાગરિકને કાનૂની સલાહ-વ્યક્તિગત અને પારિવારિક બંને સ્તરે, સરકારની વૃદ્ધ પેન્શન માર્ગદર્શન, વરિષ્ઠ નાગરિકોને સરકારી યોજનાઓનું માર્ગદર્શન આપવું, વિવાદ નિરાકરણ માર્ગદર્શન-મિલકત, પડોશીઓ, પીડિત, ગુમ થયેલ અને ત્યજી દેવાયેલા વૃદ્ધોની સંભાળ અને સહાય, વરિષ્ઠ નાગરિકોને વૃધ્ધાશ્રમ અંગેની માહિતી પુરી પાડવી જેવી સેવાઓ રાજ્યનાવરિષ્ઠ નાગરિકોને મળશે.

અન્ય સમાચારો પણ છે...