તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:એકતા ગ્રાઉન્ડ : 86.27 લાખના ખર્ચે યુવાનોને રમવા માટે સુવિધા ઉભી થશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પૂર્વમાં ડેવલપ થયેલા ઓછા ગ્રાઉન્ડ વચ્ચે ગાયકવાડ હવેલી ખાતેની ક્રાઈમબ્રાન્ચ પાસેનું ગ્રાઉન્ડ વિકસશે
 • ફૂટબોલ, બાસ્કેટબોલ, વોલિબોલ અને કબડ્ડી માટે રાજ્ય પોલીસ આવાસ નિગમ કાર્ય કરી રહ્યું છે

આ ગ્રાઉન્ડ ખરા અર્થમાં એકતાનું ઉદાહરણ બની રહેશેએકતા ગ્રાઉન્ડ ખરા અર્થમાં રમતો માટે એકતાનું આદર્શ ઉદાહરણ બની રહેશે. કેમ કે અહીં એક નહીં એક સાથે અનેક રમતો રમી શકાશે. શહેરમાં મોટા ભાગના ગ્રાઉન્ડ કોઈ એક રમત માટે હોય છે જ્યાં ક્રિકેટ કે ફૂટબોલ રમાતા હોય પણ આ ગ્રાઉન્ડમાં મોટા ભાગની રમતો રમી શકાય તેવી સુવિધા ઉભી કરાશે. આ કારણે આસપાસના યુવાનો પણ આવશે. -ડી.પી. ચુડાસમા, એસીપી, ક્રાઈમબ્રાન્ચ

એક જ ગ્રાઉન્ડમાં ફૂટબોલ, બાસ્કેટબોલ, વોલિબોલ, કબડ્ડી અને એડવેન્ચર પાર્ક બનાવવામાં આવશે. જમાલપુર પાસેની ગાયકવાડ હવેલી ખાતે આવેલી ક્રાઈમબ્રાન્ચ ઓફિસના એકતા ગ્રાઉન્ડમાં 86 લાખ 27 હજાર જેટલી રકમના ખર્ચે આ બધી રમતો રમી શકાય તે માટેની સુ‌વિધા ઉભી કરવામાં આવનાર છે. ગુજરાત રાજ્ય પોલિસ આવાસ નિગમ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પૂર્વમાં સામાન્ય રીતે શહેરની મધ્યમાં જોઈએ તો ડેવલપ થયા હોય તેવા બહુ ઓછા ગ્રાઉન્ડ છે. ત્યારે આ એકતા ગ્રાઉન્ડ આ વિસ્તારના સ્પોર્ટસ પર્સનાલિટીઝની આ કમીને ચોક્કસ પૂર્ણ કરશે.

કૃષ્ણનગર રોડ પરના આ ખાડા ક્યારે પૂરાશે?
અમદાવાદ | આ છે કૃષ્ણનગર રોડ પરના એસઆરપી ક્વાટર્સ પાસેના રોડની હાલત. ગટરનું કામ ચાલે છે એટલે અવર જવરમાં બહુ ઓછી જગ્યા મળે છે જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત આ સમગ્ર રોડની હાલત ખરાબ છે જેને લઈને લોકોએ તંત્રને અનેક વખત ફરિયાદો પણ કરી છે. જો કે હજુ સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી.

હાલ આને લઈને અનેક રજૂઆતો પછી પણ કોઈ પરિણામ નથી મળ્યું
નરોડા પાસેનો કૃષ્ણનગર વિસ્તાર ડેવલપ થઈ રહેલો વિસ્તાર છે તેમ છતાં અહીં રસ્તા કે રોડ રિપેરિંગના કામો થતાં નથી. તંત્રને સ્થાનિકો કે સોસાયટીઓ દ્વારા અનેક વખત રજુઆતો કરાય છે પણ તેનું કોઈ પરિણામ મળ્યું નથી. ઉનાળા પછી મોન્સૂન શરૂ થશે ત્યારે આ પ્રકારના કામો ગોકળગાયની ગતિએ થાય તેને બદલે સત્વરે પૂર્ણ થવા જોઈએ. -શૈલેષ ઉમરાડિયા,સ્થાનિક

વિકાસ કાર્યોમાં હાલના સમયમાં ઝડપ આવે તે અત્યંત જરૂરી છે
શહેરના પૂર્વ વિસ્તારમાં મોટા ભાગના રોડ ઉપરથી નીચે ગટર કે પાણીની લાઈનો પસાર થતી હોય છે. આવી સ્થિતિમાં જ્યારે પણ લાઈનનું કામ આવે એટલે રોડ પણ તોડવો પડતો હોય છે. આ સ્થિતિમાં કામ ઝડપથી થતું નથી અને લોકો હેરાન થાય છે. મેગાસિટી અમદાવાદમાં વિકાસના કાર્યોમાં ઝડપ આવશે તો જ લોકોને ખરા વિકાસનો અનુભવ થશે. -જયા યાદવ,કૃષ્ણનગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો