સુવિધા:અમદાવાદ એરપોર્ટ પર આઠ એક્સરે સ્કેનિંગ મશીન મુકાયાં, બેગ સ્ક્રીનિંગમાં 33 ટકાનો વધારો થયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર
  • ડોમેસ્ટિક ટર્મિનલમાં કન્વેયર બેલ્ટ લગાવાતાં પીક અવર્સમાં લગેજ માટે રાહ જોવી નહીં પડે

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોને વધુ હાલાકીથી છૂટકારો મળે અને બેગેજ સ્ક્રીનિંગમાં ઘટાડો થવાની સાથે ડોમેસ્ટિક ટર્મિનલમાં પિયર કન્વેયર બેલ્ટ લગાવાતાં પીક અવરમાં લગેજ માટે વધુ સમય રાહ જોવી નહીં પડે. એરપોર્ટ કર્મીઓ દ્વારા ટર્મિનલમાં કરાયેલા આ ફેરફાર અને તેમના આઈડિયાને નવી દિલ્હી ખાતે યોજાયેલી ક્રિએટિવિટી સમિટમાં પ્રથમ પુરસ્કારથી સન્માનિત કરાયાં છે.

એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા પેસેન્જરોને વધુ અને સારી સુવિધાના ભાગરૂપે એરપોર્ટ કર્મચારી પ્રવીણ ગુણવંતેએ પોતાની સૂઝબૂઝથી ટર્મિનલમાં વધુ જગાના ઉપયોગ વગર સુરક્ષા હોલ્ટ એરિયાની મર્યાદિત જગામાં 6ના બદલે 8 એક્સરે સ્કેનિંગ મશીનો મુકતાં પેસેન્જરોના બેગેજ સ્કેનિંગ સમયમાં ઘટાડો થયો છે. એજ રીતે પેસેન્જરોને આરામની સાથે શ્રેષ્ઠ અનુભવ મળી રહે તે માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ જાતનો વધારો કર્યા વગર પિયર કન્વેયર બેલ્ટની સ્થાપના કરી પેસેન્જરોનો ‌વેઈટિંગ સમય ઘટાડ્યો છે. એજ રીતે લોકેશ્વર રાવે તૈયાર કરેલા એન્જિનિયરિંગ પ્રોજેક્ટથી ડોમેસ્ટિક પેસેન્જરના માલ-સામાનની ડિલિવરી પ્રક્રિયામાં સુધારો થવાની સાથે એરપોર્ટની ક્ષમતામાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...