તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Eight Thousand Paid For 15 Months Membership In Eight Fitness Club In Ahmedabad, The Owner Of The Club Said That The Membership Was Completed After 9 Months

છેતરપિંડી:અમદાવાદમાં એઈટ ફિટનેસ ક્લબમાં 15 મહિનાની મેમ્બરશીપના 8 હજાર ભર્યા, 9 મહિના પછી ક્લબના માલિકે મેમ્બરશીપ પુરી થયાનું કહ્યું

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મેમ્બરે બાકીની 6 મહીનાની મેમ્બરશીપના રૂપિયા માટે ગ્રાહકસુરક્ષા અને ગ્રાહક સત્યાગ્રહમાં ફરિયાદ કરી.
  • બાપુનગરના એઇટ ફિટનેસ કલબ વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક સત્યાગ્રહમાં ફરિયાદ નોંધાઇ.

અમદાવાદમાં બાપુનગરમાં આવેલ એઇટ ફિટનેસ કલબ જિમમાં એક વ્યક્તિએ જાન્યુઆરી 2020માં 8 હજારમાં 15 મહિના માટેની મેમ્બરશીપ લીધી હતી. આ વ્યક્તિ 23 માર્ચ સુધી જિમમાં ગયો. ત્યારબાદ લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું.પછી ઘણા મહિના બાદ નવેમ્બર મહિના માં જિમ શરૂ થયા. આ મેમ્બર નવેમ્બર 2020 થી માર્ચ 2021 સુધી જિમમાં ગયા ત્યારબાદ ફરીથી જિમ બંધ કરી દેવાનો આદેશ સરકારે કર્યો. જેમાં માર્ચ 2021 થી જૂન 2021 સુધી જિમ બંધ રહ્યા. હવે જ્યારે જિમ ખુલ્યા ત્યારે ફરી 2 મહિના આ વ્યક્તિ જિમમાં ગયા ત્યારબાદ જીમના માલિકે તેઓ કહ્યું કે તમારી મેમ્બરશીપ હવે પુરી થઈ ગઈ છે. હવે તમે બીજી મેમ્બરશીપ લો અથવા જિમમાં આવવાનું બંધ કરી દો.

જીમમાં મેમ્બરશીપ મેળવ્યાની રિસીપ્ટ
જીમમાં મેમ્બરશીપ મેળવ્યાની રિસીપ્ટ

15 મહિનામાંથી 9 મહિના જ જિમમાં લાભ મળ્યો
આ મેમ્બરે જિમના મલિક ને કહ્યું કે મેં 15 મહિનાના પૈસા ભર્યા હતાં. મારી પાસે તેના પુરાવા પણ છે. તમે મને 15 મહિના પહેલા કઈ રીતે ના પાડી શકો. પરંતુ જિમ મલિકની દાદાગીરી ના કારણે હવે આ મેમ્બરને 15 મહિનામાંથી 9 મહિના જ જિમમાં લાભ મળ્યો તેથી તેમને આ એઇટ ફિટનેસ કલબ જિમ વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક સત્યાગ્રહ માં ફરિયાદ કરી છે. આ જીમના માલિકને આ ફરિયાદ મામલે લીગલ નોટિસ પણ મોકલી આપી છે. જેમાં તેને ઉલ્લેખ કર્યો છે કે મારી સાથે છેતરપીંડી થઈ છે અને હવે આ જિમ માલિક મારી સાથે મનમાની કરી રહ્યા છે.આગામી દિવસોમાં કન્ઝ્યુમર કોર્ટમાં આ કેસની સુનવણી હાથ ધરવામાં આવશે.

ગ્રાહક સુરક્ષામાં ફરિયાદીએ ફરિયાદ કરી
ગ્રાહક સુરક્ષામાં ફરિયાદીએ ફરિયાદ કરી

7 જાન્યુઆરી 2020ના રોજ મેમ્બરશીપ મેળવી હતી
ગ્રાહક સુરક્ષાના પ્રમુખ સુચિત્રા પાલ જણાવે છે કે, અમદાવાદમાં બાપુનગર સ્થિત એઈટ ફિટનેસ ક્લબ જીમ વિરૂદ્ધ ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક સત્યાગ્રહમાં ફરિયાદ આવી છે. ફરિયાદી ગ્રાહક યુવરાજસિંહ રાઠોડે 7 જાન્યુઆરી 2020ના રોજ આઠ હજાર રોકડા ભરીને 15 મહિના માટે આ જીમમાં મેમ્બરશીપ મેળવી હતી. જેની આખરી તારીખ 7મી માર્ચ 2021 હતી. પરંતુ ફરિયાદીને હજી આ જીમની સર્વિસ કાયદેસર રીતે મળવાપાત્ર છે પરંતુ જીમ સંચાલકે પોતાની મરજીથી ફરિયાદીને સર્વિસ આપવાની બંધ કરી દીધી છે.