તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસનું સર્ચ:ઈલેક્ટ્રોથર્મની ઓફિસમાંથી આઠ જીવતા કારતૂસ મળ્યા, પ્રોહિબિશનના 2, આર્મ્સ એક્ટ હેઠળ પહેલો ગુનો

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ઓફિસ અને ઘરમાંથી દારૂની બોટલો મળી હતી - Divya Bhaskar
ઓફિસ અને ઘરમાંથી દારૂની બોટલો મળી હતી

સાંતેજ સ્થિત ઈલેક્ટ્રોથર્મ(ઈન્ડિયા) લિમિટેડ કંપનીમાં જીએસટીના દરોડા બાદ એક પછી એક ગુના નોંધાઈ રહ્યાં છે. કંપનીના પાર્કિંગમાં 33.71 લાખનો દારૂ મળતા પોલીસે કંપનીના માલિક શૈલેષ ભંવરલાલ ભંડારી(મૂળ રહે.જ્યંતીલાલ પાર્ક, આંબલી-બોપલ) સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. જે હેઠળ સાંતેજ પીઆઈ વી.એસ. માંજરિયા આરોપીની ઓફિસમાં સર્ચ કરી પંચનામું કરવા માટે ગયા હતા. દરમિયાન ઓફિસમાંથી 8 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. લાઇસન્સ વગરના જીવતા કારતૂસ મુદ્દે સાંતેજ પોલીસે શૈલેષ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

જોકે પાંચ દિવસ પહેલાં કંપનીમાં જીએસટીની રેડ પડી હતી ત્યારે પાર્કિંગમાં પાર્ક કરેલા આઈસર ટ્રકમાંથી અલગ-અલગ 220 બ્રાન્ડની 898 નંગ બોટલો મળી હતી. જ્યારે શૈલેષ ભંડારીના વ્રજગોપી બંગલોમાંથી દારૂની 32 બોટલ મળી હતી. જે મુદ્દે શૈલેષ સામે પ્રોહિબિશનના બે ગુના નોંધ્યા હતા. હવે આર્મ્સ એક્ટ હેઠળ ત્રીજો ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો