તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SG હાઈવે પર હિટ એન્ડ રન:ધનતેરસની પૂજા સામગ્રી લેવા જતી 12 વર્ષની કિશોરીનું આઇશર ચાલકે ટક્કર મારતાં મોત, આઇશર મૂકીને ડ્રાઇવર ફરાર

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

એસ.જી. હાઈવે ઉપર આવેલી અમદાવાદ જિલ્લા ડીએસપી કચેરી બહારના રોડ પર જ હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં વાયએમસીએ કલબ બાજુથી પૂરઝડપે આવી રહેલી આઈશરના ચાલકે રોડ ક્રોસ કરી રહેલી 12 વર્ષની કિશોરીને કચડી મારી હતી. શુક્રવારે સાંજે ધનતેરસની પૂજા કરવા માટે આ કિશોરી ઘરેથી પૂજાનો સામાન લેવા માટે જઈ રહી હતી. ત્યારે જ આઈશરચાલકે તેને કચડી મારી હતી. એસજી હાઈવે ઉપર બ્લુ લગુન પાર્ટી પ્લોટની પાછળ કાચા છાપરામાં અરવિંદભાઇ સેલવાનભાઇ નટ(35),પત્ની મુમતાઝ(30), દીકરી ખુશી(12),સુમન(3) અને 2 વર્ષના દીકરા સાથે રહેતા હતા.મુમતાઝ મૂક-બધિર છે, જ્યારે અરવિંદભાઇ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે ધનતેરસ હોવાથી ખુશી સાંજે પૂજાનો સામાન લેવા માટે ગઈ હતી.

દરમિયાનમાં સાંજે 6 વાગ્યે ખુશી અમદાવાદ જિલ્લા ડીએસપી ઓફિસ સામેનો એસજી હાઈવે ક્રોસ કરી રહી હતી. ત્યારે વાયએમસીએ કલબ બાજુથી પૂરઝડપે આવેલી આઈશરના ચાલકે ખુશીને અડફેટે લેતા ખુશીના શરીર પરથી આઈશરનું વ્હીલ ફરી વળતા તેનું મોત નિપજ્યું હતું. જો કે આ ઘટનાના પગલે લોકો ભેગાં થઇ જતાં આઈશરનો ચાલક ટ્રક મુકીને ભાગી ગયો હતો. આ અંગે ખુશીના પિતા અરવિંદભાઇ નટે એસજી હાઈવે -2 ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક કબજે કરી નાસી છુટેલા આઈશરના ચાલક વિરુધ્ધ અકસ્માત મોત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો