ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે શનિવારે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પીયૂષ ગોયલ સાથે ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરાયું હતું, જેમાં ટેક્સટાઇલ, એફટીએ અને કોમર્સને લગતા પ્રશ્નો પર ચર્ચા કરાઈ હતી. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ શૈલેષ પટવારીએ કેન્દ્રીય મંત્રીને કહ્યું કે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની તમામ મશીનરી હાલમાં વિદેશથી આયાત થાય છે, જો તેનું ભારતમાં મેન્યુફેક્ચરિંગ થાય તો ફોરેન એક્સચેન્જ બચશે અને રોજગારી વધશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુું કે, ભારતમાં ટેક્સટાઇલ મશીનરી બને તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે ઉધારીમાં આપેલા માલની સામે મળેલા ચેક પરત થાય ત્યારે કોર્ટમાં ચાલતા કેસનો નિકાલ જલ્દી આવે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા અંગે રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.