શહેરમાં લગભગ 20 વર્ષ પછી એપ્રિલમાં જ મે મહિના જેવી ગરમી સાથે હીટવેવનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારથી ફરી હીટવેવ આવશે અને ફરી એકવાર તાપમાન 43થી 44 ડિગ્રી સુધી પહોંચી જશે. હવામાન નિષ્ણાતોના મતે ક્લાઇમેટ ચેન્જની અસરથી હીટવેવનું જોર વધ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર દર વર્ષે ઉનાળામાં હીટવેવ સતત બેથી ત્રણ દિવસ ચાલતો હોય છે, પરંતુ આ વખતે તે સાતથી આઠ દિવસનો બની ગયો છે.
હવામાન નિષ્ણાત અંકિત પટેલના જણાવ્યા મુજબ 20 વર્ષના ગાળા પછી ઉનાળાની શરૂઆતથી જ હીટવેવમાં વધારો થયો છે. એન્ટી સાઈક્લોનિક સર્ક્યુલેશનને વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ઘટવાથી ઉપરના લેવલના ગરમ પવનો સીધા જમીન તરફ આવે છે, અને પવનની ગતિ ઓછી રહેતા ગરમીમાં અસહ્ય વધારો થાય છે. બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન મંગળવાર જેટલું જ 41.5 ડીગ્રી નોંધાયું હતું.
ક્યાં કેટલી ગરમી
અમદાવાદ | 41.5 |
સુરેન્દ્રનગર | 42.5 |
કંડલા અને અમરેલી | 42 |
રાજકોટ | 41.9 |
ગાંધીનગર | 41.4 |
ભુજ | 41 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.