તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ નિર્ણય:રાજ્યમાં 9 મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી NOC લેવાની જરૂર નથી

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવી શૈક્ષણિક સંસ્થાઓ સ્વપ્રમાણિત-સેલ્ફ એટેસ્ટેડ ફાયર NOC કરી શકશે
  • ફાયર NOC ના નિર્ણયને રાજ્ય શાળા સંચાલક મંડળે આવકાર્યો

અમદાવાદ સહિત રાજ્યભરમાં BU પરમિશન વગર ઉપયોગમાં લેવાતા યુનિટ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. છેલ્લા કેટલાક દિવસથી અલગ-અલગ શહેરના એસ્ટેટ વિભાગ BU વિનાના એકમો સામે કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલા નિર્ણય અનુસાર 9 મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર NOC લેવાનું રહેશે નહિ. પરંતુ આવી શૈક્ષણિક સંસ્થાઓ નિર્દિષ્ટ નિયમાનુસારની ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરીને સેલ્ફ એટેસ્ટેડ સ્વપ્રમાણિત-રીતે ફાયર NOC જાતે મેળવી શકશે. આ સ્વપ્રમાણિત-સેલ્ફ એટેસ્ટેડ ફાયર NOC કર્યાની જાણ સંબંધિત નગર, શહેર કે જિલ્લામાં શિક્ષણ વિભાગના અધિકારીને કરવાની રહેશે.

ફાયર NOC ના નિર્ણયને રાજ્ય શાળા સંચાલક મંડળે આવકાર્યો
રાજ્ય સરકારના ફાયર NOC ના નિર્ણયને રાજ્ય શાળા સંચાલક મંડળે આવકાર્યો છે. શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નિર્ણયને અમે સ્વીકાર કરીએ છે.શાળા તરફથી પર પૂરતી તકેદારી રાખવામાં આવશે.હવે જે શાળાઓને BU પરમિશન ના હોય તેમને સિલ કરવામાં આવી છે તેમને 3 મહિનાની મુદત આપવામાં આવે.શાળાઓ 3 મહિનાની અંદર જ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેશે.

BU પરમીશન ન હોવાથી NOC આપવામાં આવતું નથી
રાજ્યમાં ઘણા કિસ્સાઓમાં ફાયર NOCની તમામ જોગવાઇઓ પૂર્ણ થતી હોવા છતાં બી.યુ. પરમીશન ન હોવાને કારણે ફાયર NOC આપવામાં આવતું નથી. મકાનના વપરાશ પ્રમાણપત્ર એટલે કે બી.યુ. ન મળવાના અન્ય કારણો પણ હોઇ શકે છે.આ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા નિયામક અગ્નિ શમન સેવાઓને સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફાયર NOC આપવીએ બી.યુ. પરમીશન પૂર્વેની જરૂરિયાત છે. એટલે કે જ્યાં બી.યુ. પરમીશન ન મળી હોય તેવા બિલ્ડિંગો પણ જો ફાયર NOCની જોગવાઇઓની સંપૂર્ણ પૂર્તતા કરતાં હોય તો તેમને ફાયર NOC આપવા માટે બી.યુ. પરમીશનનો બાધ રહેશે નહિ.

અનેક શાળાઓને પણ સીલ મારી દેવાયું હતું
અનેક શાળાઓને પણ સીલ મારી દેવાયું હતું

ગુજરાતમાં કુલ 14 ફાયર રિજિયન કાર્યરત થશે
આ બેઠકમાં અન્ય એક એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે નગરપાલિકા વિસ્તારોમાં ફાયર NOC આપવાની સત્તા અને અધિકારો અગ્નિશમન નિયામકના સ્થાને સંબંધિત નગરપાલિકાના ફાયર ઓફિસરોને આપવામાં આવશે.
આ નિર્ણયને પરિણામે રાજ્યના નગરોમાં ફાયર NOC લોકોને ત્વરાએ મળી શકશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં અગ્નિશમન સેવાઓનો વ્યાપ વધે અને નાગરિકોને કામકાજમાં સરળતા મળી રહે તે હેતુસર એક વધુ ફાયર રિજિયનનો ઉમેરો કરવાનો પણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં આઠ મહાનગરો ઉપરાંત રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટિઝ કચેરીના કાર્યક્ષેત્ર મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર એમ છ ફાયર રિજિયન મળી કુલ 14 ફાયર રિજિયન કાર્યરત થશે.

અમદાવાદમાં BU પરમિશન વિના ઉપયોગમાં લેવાતા 2245 યુનિટોને સીલ કરી દેવામા આવ્યા હતા
અમદાવાદમાં BU પરમિશન વિના ઉપયોગમાં લેવાતા 2245 યુનિટોને સીલ કરી દેવામા આવ્યા હતા

મ.પાલિકાના ચીફ ફાયર ઓફિસર NOC આપવાની કામગીરી કરશે
આ ફાયર રિજિયનના ફાયર ઓફિસરોએ આઇ.એ.એસ. કક્ષાના સિનિયર ઓફિસરો જે તે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવે છે તેમના નિયંત્રણ હેઠળ ફરજો બજાવવાની રહેશે. વિજય રૂપાણીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, શહેરી વિકાસ સત્તા મંડળોના વિસ્તારોમાં સમાવિષ્ટ વિસ્તારો માટે મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર ફાયર NOC આપવાની કામગીરી કરશે.મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં યોજાયેલી ફાયર સેફટી અંગેની આ સમીક્ષા બેઠકમાં શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ ફાયર અને શહેરી વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

અન્ય સમાચારો પણ છે...