તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સના વારસદારને શિક્ષણ સહાય અપાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારના 5માં વર્ષ પ્રવેશ દિને વોરિયર્સના પરિવારજનોનું સન્માન
  • મકાન પસંદગીમાં અગ્રતા, મા કાર્ડમાં રૂ. 3 લાખ સુધીનો લાભ

રાજય સરકાર દ્વારા કોરોના સંક્રમણનો ભોગ બનીને મૃત્યુ પામનાર 35 દિવંગત સરકારી કર્મચારીઓના પરિવારજનો સાથે રૂપાણી શાસનના 5માં વર્ષ પ્રવેશ નિમિત્તે મુખ્યમંત્રીએ ‘મોકળા મને’ કાર્યક્રમની યોજયો હતો. આ કાર્યક્રમમાં દિવંગત પરિવારજનોનું સન્માન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિક્ષણ અને આરોગ્ય સહાય ઉપરાંત સરકારી આવાસ ફાળવણીમાં અગ્રતા આપવાની ભેટ આપી હતી.

મુખ્યમંત્રી રૂપાણીએ દિવંગત કોરોના વોરિયર્સના સંતાનો સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં મેડિકલ-ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે તો તેમને પર્સન્ટાઇલ કે આવક મર્યાદા ધ્યાનમાં લીધા વગર સહાય ચુકવવામાં આવશે. ઉપરાંત સરકારી યોજનામાં મકાન ફાળવણીમાં ડ્રોને બદલે પસંદગી આપવામાં આવશે. જયારે આરોગ્ય માટે મા અમૃત્તમ યોજના હેઠળ રૂ. 3 લાખ સુધીનું આરોગ્ય કવચ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...