• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Education Minister Unveils Fit India Freedom Run At GTU In Ahmedabad, Inaugurates Smriti Wall Of Subhash Chandra Bose And Azad Hind Government

ઉજવણી:અમદાવાદમાં GTU ખાતે ફિટ ઈન્ડિયા ફ્રિડમ રનને શિક્ષણમંત્રીએ ખુલ્લી મુકી,સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ સરકારની સ્મૃતિ વૉલનું લોકાર્પણ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફિટ ઈન્ડિયા ફ્રિડમ રનને શિક્ષણમંત્રીએ ખુલ્લી મુકી - Divya Bhaskar
ફિટ ઈન્ડિયા ફ્રિડમ રનને શિક્ષણમંત્રીએ ખુલ્લી મુકી
  • આઝાદ હિંદ સરકાર દિવસના ઉપક્રમે ફિટ ઈન્ડિયા ફ્રિડમ રન યોજીને જીટીયુએ ખરા અર્થમાં ઉજવણી

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને આઝાદ હિંદ સરકાર દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ફિટ ઈન્ડિયા ફ્રિડમ રન 2.0નું આયોજન કરાયું હતું. આ ફ્રિડમ રનને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ખુલ્લી મૂકી હતી. સુભાષચંદ્ર બોઝની જીવની અને આઝાદ હિંદ સરકારની કાર્યપ્રણાલીને સાંકળી લઈને બનાવવામાં આવેલી વૉલનું શિક્ષણમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરીને કાર્યક્રમને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.

આઝાદ હિંદ સરકારની કાર્યપ્રણાલીને સાંકળી લઈને બનાવવામાં આવેલી વૉલનું શિક્ષણમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ
આઝાદ હિંદ સરકારની કાર્યપ્રણાલીને સાંકળી લઈને બનાવવામાં આવેલી વૉલનું શિક્ષણમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ

GTU સમયાંતરે ઈતિહાસથી વાકેફ કરવા કાર્યક્રમો યોજે છે
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, દેશ વિકાસમાં આજના યુવા ટેક્નોક્રેટ્સનો વિશેષ ફાળો છે.GTUએ દેશને અનેક સફળ ઈજનેરો આપ્યા છે. આઝાદ હિંદ સરકાર દિવસના ઉપક્રમે ફિટ ઈન્ડિયા ફ્રિડમ રન યોજીને GTUએ ખરા અર્થમાં ઉજવણી કરી છે. આઝાદી પછી પ્રથમ વખત ભારતીય ઈતિહાસને યુવાનો જાણે તે માટે સરકાર દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં GTU પણ સમયાંતરે વિવિધ કાર્યક્રમો યોજીને સહભાગી થઈને વિદ્યાર્થીઓને આપણા ઈતિહાસથી વાકેફ કરવા માટે સકારાત્મક પ્રયત્નો કરી રહ્યું છે.

ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શિક્ષણમંત્રીનું સ્કેચ તૈયાર કર્યું
ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શિક્ષણમંત્રીનું સ્કેચ તૈયાર કર્યું

ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શિક્ષણમંત્રીનું સ્કેચ તૈયાર કર્યું
GTUના કુલપતિએ સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ સરકાર તેમજ ભારતની આઝાદીમાં સહયોગી થયેલ અનેક ક્રાંતિકારીઓ વિશે વિદ્યાર્થીઓને સંબોધ્યાં હતાં. શિક્ષણમંત્રી GTU ખાતે પ્રથમ વખત આવેલ હોવાથી GTUના ભૂતપૂર્વ વિદ્યાર્થી નમ્ર શેઠે ગણતરીના કલાકોમાં તેમનું સ્કેચ તૈયાર કરીને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. વિશેષમાં 18મી સિનિયર સોફ્ટ ટેનિસ નેશનલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર GTUના વિદ્યાર્થી હરદિપસિહ પરમાર અને અનિકેત પટેલને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.