તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Education Minister Says '25% Reduction In School Fees As Per Old Formula', School Administrators Protest Against Amnesty, Threat To Go To Court

સ્કૂલ ફી માફી વિવાદ:શિક્ષણમંત્રીએ કહ્યું, ‘જૂની ફોર્મ્યુલા મુજબ સ્કૂલ ફીમાં 25 % રાહત ચાલુ રહેશે’, માફી સામે સ્કૂલ સંચાલકોનો વિરોધ, કોર્ટમાં જવાની ચીમકી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શિક્ષણમંત્રીએ કહ્યું, આ વર્ષ માટે રાહતનો નિર્ણય લેવાનો બાકી

નવા શૈક્ષણિક વર્ષમાં ફીનો મુદ્દો ફરી ચર્ચામાં છે. વાલીઓએ પણ આ વર્ષે ફી માફીની માગ કરી છે. શિક્ષણમંત્રીએ સ્કૂલોની ફીને લઇને સ્પષ્ટતા કરી હતી કે, નવો નિર્ણય ન થાય ત્યાં સુધી જૂની ફોર્મ્યુલા પ્રમાણે સ્કૂલ ફીમાં 25 ટકા રાહત ચાલુ રહેશે. સંચાલકોએ સ્પષ્ટ કર્યું હતું કે જો આ વર્ષે સરકાર ફી માફીની જાહેરાત કરશે તો અમારે કાનૂની પગલા લેવા પડશે.

શિક્ષણ વિભાગ તરફથી નવા શૈક્ષણિક વર્ષ માટેની ફી અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. તેથી સંચાલકો નવા સત્રની પૂરી ફી ઉઘરાવે છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, નવો નિર્ણય ન થાય ત્યાં સુધી જુની ફોર્મ્યુલા પ્રમાણે સ્કૂલ ફીમાં 25 ટકા રાહત ચાલુ રહેશે. નવો નિર્ણય આવનારા સમયમાં લેવાશે. ત્યાં સુધી જુની ફોર્મ્યુલા લાગુ રહેશે.

ખાનગી સ્કૂલો ફીમાં વધુ રાહત માટે રાજી નથી
શિક્ષણમંત્રીના નિવેદન બાદ સંચાલકો મંડળના હોદ્દેદારોની ઓનલાઇન મીટિંગ યોજાઇ હતી. જેમાં સ્પષ્ટતા કરાઇ છે કે શિક્ષણમંત્રીના ફી માફીના નિવેદન સાથે અમે સંમત નથી. વર્ષ 2020-21 માં અમે 25 ટકા ફી માફ કરી હતી. જો સરકાર ચાલુ વર્ષે પણ ફી માફી અંગેનું જાહેરનામુ બહાર પાડશે તો ન છૂટકે શાળા સંચાલક મહામંડળને કાનૂની પગલાં લેવા પડશે. - દીપક રાજ્યગુરુ, પ્રવક્તા, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ

અન્ય સમાચારો પણ છે...