તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈલેક્શન પિટિશન:શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો, ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ્દ

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાત હાઈકોર્ટે આજે વીડિયો કોન્ફરન્સિંગથી ચૂકાદો આપ્યો
 • ચુડાસમા ગુજરાત હાઇકોર્ટના ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરતા ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે આજે વીડિયો કોન્ફરન્સિંગથી ચૂકાદો આપ્યો હતો. ચુકાદો ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિરૂધ્ધમાં આવ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરવામાં આવી છે.

પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરીનું માર્ગદર્શન
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આજે ધોળકા વિધાનસભા બેઠક ની ચૂંટણી રદ કરતા ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. નીતિન પટેલે જણાવ્યું હતું કે કાયદાકીય અપીલ કરીશું. અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય નેતાગીરી સાથે ચર્ચા અને માર્ગદર્શન લઈ નક્કી કરવામાં આવશે.

ગુજરાતના ચૂંટણી મોડલનો પર્દાફાશ
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઝાટકો આપતા ચૂકાદા બાદ ટ્વિટ કરી હતી. તેમણે ટ્વિટમાં જણાવ્યું હતું કે, ચૂંટણીના #GujaratModelનું પર્દાફાશ થયો. ગુજરાતના કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની 2017ની ચૂંટણીની જીત ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. એક મહત્વપૂર્ણ ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો છે.

શક્તિસિંહની ટ્વિટ ભુપેન્દ્રસિંહની જીત ગેરકાયદેસર હતી
હાઈકોર્ટના ચુકાદાની ગણતરીની મિનિટોમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે બે ટ્વિટ કરી હતી. જેમાં એકમાં સત્ય મેવ જયતે અને બીજીમાં ગુજરાતના કાયદાપ્રધાન ખોટી રીતે ચૂંટાયા હતા. ગુજરાત હાઈકોર્ટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણી ગેરકાયદેસર જાહેર. 2017માં તેઓએ ગેરકાયદેસર જીત મેળવી હતી.
બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિનો આક્ષેપ
ભુપેન્દ્રસિંહ 327 મતોની પાતળી સરસાઇથી વિધાનસભાની ચુંટણીમાં ધોળકા બેઠક પર જીત મેળવી હતી. તેની સામે અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે કે, મતગણતરી વખતે ગણતરીમાં બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. આ કેસમાં બન્ને પક્ષે સાક્ષીઓની જુબાની લેવામાં આવ્યાં બાદ રિટર્નિગ ઓફિસર ધવલ જાનીની ટ્રાન્સફર કરવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો હતો.

પોસ્ટલ બેલેટના વોટ રદ્દ થતાં જીત થઈ હતી
અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે કે, મતગણતરી વખતે ગણતરીમાં બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે, આ કારણોસર ચૂંટણી રદ્દ થવી જોઈએ તેમજ પોતાને વિજેતા જાહેર કરાવો જોઈએ એવી માંગણી રાઠોડે કરી હતી. હાઈકોર્ટે 429 પોસ્ટલ બેલેટ રદ્દ કરવાનો નિર્ણય ગેરકાયદેસર હોવાનો ચુકાદો આપ્યો છે.  પોસ્ટલ બેલેટમાં મળેલા મતમાંથી 429 મત રદ્દ થતાં ચુડાસમાને વિજેતા જાહેર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો