બજેટમાં જાહેરાત:શિક્ષણ અગ્રેસર, 75 સ્થળોએ નમો વડ વન, 4 હજાર ગામોમાં ફ્રી વાઇ-ફાઈ, આદિજાતિ વિસ્તારોમાં 500 નવા મોબાઇલ ટાવર

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાત કોરોનાની મહામારીમાંથી બહાર આવી GSDPમાં 13 ટકાનો વૃદ્ધિદર મેળવશે એવો આશાવાદ
 • ધાર્મિક સ્થળોની સેવા-પૂજા કરનારના પરિસર રહેઠાણને વેરામાંથી મુક્તિ
 • ડ્રીમ સિટી સુરત અને ગિફ્ટ સિટી ખાતે નવા પોલીસ સ્ટેશન ઊભાં કરાશે
 • ધરોઈ ડેમ વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ યાત્રાધામ તરીકે વિકસાવવા 30 કરોડ
 • 2017-18માં સામાન્ય બજેટનું કદ 1.72 લાખ કરોડ હતું જે વધીને હવે 2.43 લાખ કરોડ થયું

‘પડકારો અમને હંફાવી ના શક્યા, અમે પરિશ્રમથી પ્રગતિની કેડી કંડારી છે. કર્મયોગથી લોકસેવા કરતાં કરતાં અમે અમૃતકાળની વાટ પકડી છે.’ પહેલીવાર બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુભાઇ દેસાઇએ પોતાના બજેટ પ્રવચનમાં આ પંક્તિઓ કહી હતી. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત કોરોનામાંથી બહાર આવી GSDPમાં 13 ટકાનો વૃદ્ધિદર મેળવશે.

ગત નાણાકીય વર્ષ કરતાં આ વર્ષે બજેટના કદમાં 16 હજાર કરોડનો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા 5 વર્ષમાં બજેટના કદમાં 40 ટકાનો વધારો થયો છે. 2017-18માં બજેટનું કદ 1.72 લાખ કરોડ હતું જે વધીને હવે 2.43 લાખ કરોડ થયું છે.

3 લાખ વિદ્યાર્થીઓને 200 કરોડના ટેબ્લેટ અપાશે

 • શાળાઓની માળખાકિય સગવડો-શિક્ષણ પદ્ધતિમાં સુધારાઓ માટે રૂ. 1188 કરોડ
 • અઢી હજાર જર્જરિત અને 10 હજાર નવા વર્ગખંડોના નિર્માણ માટે રૂ. 937 કરોડ
 • RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે રૂ. 629 કરોડ
 • મધ્યાહ્ન ભોજન, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની, સુખડી યોજના માટે 1068 કરોડ
 • 11 લાખ વિદ્યાર્થીઓને ST બસ ફ્રી પાસ કન્સેસન માટે રૂ. 205 કરોડ

PHC-CHC કેન્દ્રો પર 1238 ભરતી માટે 16 કરોડ

 • સગર્ભા માતાઓ અને બાળકોને પોષણ સહાય આપવા માટે રૂ.811 કરોડ
 • સુરેન્દ્રનગરમાં આયુર્વેદ કોલેજ શરૂ કરવા રૂ. 12 કરોડ, બિલિમોરા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ માટે 1 કરોડ
 • મા યોજનામાં 80 લાખ કુટુંબોને 5 લાખ સુધીની મફત સારવાર માટે રૂ. 1156 કરોડ
 • વાપીમાં 100 બેડની સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ બનાવાશે, ઊંઝામાં 100 બેડ સુધી અપગ્રેડ કરાશે

1094 નવી જગ્યાઓ ઊભી કરવા 41 કરોડની જોગવાઇ

 • જિલ્લા જેલ, સબ જેલ અને સ્ટાફ ક્વાટર્સના નિર્માણ માટે રૂ. 158 કરોડ
 • પોલીસ પેટ્રોલિંગ અને સેવાઓની જાળવણી માટે 2256 વાહનો ખરીદવા રૂ. 183 કરોડ
 • પોલીસ ખાતાના રહેણાંક, બિન રહેણાંક મકાનોના નિર્માણ માટે રૂ. 861 કરોડ
 • ઓટોમેટેડ ફીંગર આઈડેન્ટીફીકેશન સિસ્ટમ ખરીદ કરવા માટે રૂ. 34 કરોડ
 • 1094 નવી જગ્યાઓ જેના માટે

1 વર્ષમાં 10000 કરોડના ખર્ચે રસ્તાના કામો કરાશે

 • કોસ્ટલ હાઇવે વિકસાવવા રૂ. 244 કરોડ
 • સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તા વિકસાવવા 90 કરોડ
 • આદિજાતિ વિસ્તારમાં પાકા રસ્તા, પુલો માટે રૂ. 105 કરોડ
 • ભરૂચ બાયપાસ શ્રવણ ચોકડી પર 2 કિમીના છ-માર્ગીય એલીવેટર કોરીડોર માટે રૂ. 400 કરોડ
 • વઘઈ-સાપુતારા 40 કિમી રસ્તાને ચાર-માર્ગીય કરવા માટે રૂ. 1200 કરોડ
 • ઉભરાટ ખાતે નવા પુલની કામગીરી

તાપી કાંઠાના વિકાસ માટે વર્લ્ડ બેન્ક પ્રોજેક્ટને મંજૂરી

 • મનપા, પાલિકાઓ અને વિકાસ સત્તામંડળો રૂ. 5203 કરોડ
 • 16 પાલિકાઓમાં મોડલ ફાયર સ્ટેશન બનાવવા રૂ. 157 કરોડ
 • શહેરી વિસ્તારોમાં નવા 55000 આવાસોના નિર્માણ સહાય રૂ. 942 કરોડ
 • મેટ્રોરેલ અને મેટ્રોલાઇટમાટે રૂ. 722 કરોડ
 • શહેરમાં રખડતાં, નિરાધાર ઢોરના નિભાવ તેમજ વ્યવસ્થા માટે રૂ. 50 કરોડ
 • ધાર્મિક સ્થળોની સેવા-પૂજા કરનારના પરિસર રહેઠાણને મિલકત વેરામાંથી મુક્તિ રૂ. 41 કરોડ

કમલમ વાવેતર વિસ્તારમાં વધારા માટે રૂ. 10 કરોડ

 • એગ્રો-ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા રૂ. 100 કરોડ
 • ફાર્મ મશીનરીની ખરીદીમાં સહાય આપવા રૂ. 260 કરોડ
 • કૃષિ, સંલગ્ન ક્ષેત્રોના પ્રોજેક્ટ માટે રૂ. 231 કરોડ
 • પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે રૂ. 213 કરોડ
 • કૃષિ યુનિ.ઓમાં કૃષિ સંશોધન, શિક્ષણ કાર્યક્રમો માટે રૂ. 757 કરોડ
 • ડ્રોનથી ખાતર, જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ઉત્પાદન વધારવા રૂ. 35 કરોડ

સૌરાષ્ટ્રનાં શહેરોને નર્મદાનું પાણી પૂરું પાડવા 710 કરોડ

 • નર્મદા નદી પર મીઠા પાણીના સરોવરની ભાડભૂત બેરેજ યોજના રૂ. 1240 કરોડ
 • કચ્છના 1.14 લાખ હેક્ટર વિસ્તારની સિંચાઈ યોજના માટે રૂ. 272 કરોડ
 • 1 લાખ હેક્ટરમાં સૂક્ષ્મ સિંચાઈ યોજનાનો વ્યાપ વધારવા રૂ. 500 કરોડ
 • તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે રૂ. 161 કરોડ
 • ધરોઈ ડેમ વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ યાત્રાધામ તરીકે વિકસાવવા રૂ. 30 કરોડ

સુએઝ વોટર પુન:ઉપયોગ માટે 100 કરોડની જોગવાઇ

 • આદિજાતિ વિસ્તારના 6627 ગામ-ફળિયાને પાણી પૂરું પાડવા રૂ. 709 કરોડ
 • નાવડા-બોટાદ-ગઢડા ચાવંડ અને બુધેલથી બોરડા 143 કિમી બલ્ક પાઇપલાઇન માટે રૂ. 310 કરોડ
 • દરિયાકાંઠાના છેવાડાના ગામોમાં ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા રૂ. 400 કરોડ
 • ઢાંકીથી નાવડા સુધી 50 કરોડ લીટર પાણીની પાઇપલાઇન માટે રૂ. 500 કરોડ
 • રાજ્યના તમામ ગામ-ફળિયામાં 100% નળ કનેક્શન

મોરબીમાં 400 કરોડના ખર્ચે સિરામિક પાર્ક સ્થપાશે

 • સ્કીમ ફોર ફાઇનાન્સિયલ આસિ. ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના માટે રૂ. 1360 કરોડ
 • નવસારી ખાતે ટેક્ષટાઈલ પાર્કની સ્થાપના
 • સ્ટાર્ટ-અપ વેન્ચર ફાઇનાન્સ યોજના માટે રૂ. 200 કરોડની જોગવાઈ
 • ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ રૂ. 40 કરોડ
 • વડનગર ખાતે પ્રેરણા શાળામાં તાલીમ કેન્દ્ર-સુવિધાઓ માટે રૂ. 50 કરોડ
 • સી-પ્લેન સેવાઓ તેમજ દ્વારકા ખાતે નવું એરપોર્ટ રૂ.19 કરોડ

કૃષિવિષયક વીજ જોડાણની કામગીરી માટે 1046 કરોડ

 • ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે રૂ. 1400 કરોડ
 • ગ્રા.પં.ને વોટરવર્કસ ખાતે મફત વીજળી પૂરી પાડવા રૂ. 734 કરોડ
 • 56 નવા સબસ્ટેશનો આદિજાતિ અને 33 સાગરકાંઠા વિસ્તારમાં સ્થપાશે
 • એગ્રીકલ્ચર પંપના સોલરાઇઝેશન માટે રૂ. 50 કરોડ
 • અ.જાતિ, અ.જનજાતિ, ઓછી આવક ધરાવતા પરિવારોને સીંગલ પોઇન્ટ વીજ જોડાણ માટે રૂ. 22 કરોડ

આ ગુજરાત છે!

 • 1, 24,000 રાજ્યના ગામેગામને જોડતું રસ્તાઓનું નેટવર્ક
 • 63000 કિમી સરદાર સરોવર યોજના કેનાલ નેટવર્ક
 • ​​​​​​​2.14 લાખ માથાદીઠ આવક
 • 2.85 કરોડ વાહનોની સંખ્યા
 • 45 લાખ 2021-22માં હવાઇ મુસાફરોની સંખ્યા
 • 6.87 કરોડ ગુજરાત રાજ્યમાં મોબાઇલ ધારકોની સંખ્યા
 • 9.17 લાખ કરોડ બેંકોમાં થાપણો
 • ​​​​​​​5327કિમી કુલ રેલવે રૂટની લંબાઇ
 • ​​​​​​​8.36% દેશના ઘરગથ્થું ઉત્પાદનમાં ગુજરાત
 • 20% દેશની કુલ નિકાસમાં ગુજરાત
 • 47% દેશના મગફળીના ઉત્પાદનમાં ગુજરાત
 • 24% દેશના કપાસના ઉત્પાદનમાં ગુજરાત

15 લાખ કરદાતાઓને મળશે રાહત ,12,000 સુધીના પગારદારોને વ્યવસાય વેરામાંથી મુક્તિ
નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ 12,000 રૂપિયા સુધીના માસિક પગાર કે વેતન મેળવનાર પગારદારો અને વેતનદારોને વ્યવસાય વેરો ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ આપી છે. આ નિર્ણયને કારણે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં વેતન મેળવતા નવોદિત મધ્યમ વર્ગને રાહત મળશે તેવો સરકારે દાવો કર્યો છે.

પ્રોફેશનલ ટેક્સના કાયદા હેઠળ વ્યવસાય વેરાના હયાત માળખામાં રૂ. 6000થી રૂ. 8999 તથા રૂ. 9000થી 11,999 સુધીના માસિક પગાર કે વેતન મેળવનાર ઉપરનો અનુક્રમે રૂ. 80 અને રૂ. 150નો વ્યવસાય વેરો વસૂલવામાં આવતો હતો. આ ઘટાડાના કારણે મધ્યમ વર્ગના આશરે 15 લાખ કરદાતાઓને રૂ. 198 કરોડની રાહત મળશે.

ચાર મહાનગરોમાં કોને શું-મળ્યું? મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે રૂ.1870 કરોડ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રૂ.1870 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઔડામાં સામેલ વિસ્તારના વિકાસ માટે એશિયન બેંકની સહાયથી રૂ.1900 કરોડના વિવિધ માળખાગત સુવિધા આપતા પ્રોજેક્ટની મંજૂરી આપી છે. સુરતના લિંબાયત અને વરાછા વિસ્તારમાં નવી સરકારી કોલેજની જાહેરાત કરાઇ છે.

વડોદરા જિલ્લાના ડેસર ખાતે 130 એકરમાં રાજ્યની પ્રથમ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી માટે વધુ 10 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. 201 કિ.મી.ના અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને રૂ.3350 કરોડના ખર્ચે છ-માર્ગીય કરાશે. જસદણમાં નવી કોલેજ શરૂ કરાશે.

આ જાહેરાતો છે ધ્યાન ખેંચનારી

 • ભારતના રાષ્ટ્રીય વૃક્ષ, સેંકડો વર્ષો સુધી જીવંત રહેનાર વડના વૃક્ષોનું 75 સ્થળોએ વાવેતર કરી 75 નમો વડ વનનું નિર્માણ
 • વડનગર ખાતે પ્રેરણાશાળામાં તાલીમ કેન્દ્ર અને સુવિધાઓ માટે રૂ. 50 કરોડનું આયોજન
 • ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં સહાય એક લાખથી વધારી રૂ. 2.50 લાખ કરાઇ
 • વર્લ્ટ હેરિટેજ ધોળાવીરા ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવવા 5 કરોડની જોગવાઇ
 • સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતાનગર) અને ગરુડેશ્વર તાલુકાના 52 ગામોને ભારતનેટ ફેઝ-2 હેઠળ હાઇ-સ્પીડ કનેક્ટિવિટીથી જોડવામાં આવશે
 • સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી સાપુતારા રૂટમાં આદિજાતિ વિસ્તારના ધાર્મિક સ્થળોની સર્કિટમાં સુવિધાઓ
 • નર્મદા નદી પર મીઠા પાણીનું સરોવર બનાવવાની ચાલતી રૂ. 5322 કરોડની ભાડભૂત બેરેજ યોજના કામગીરીમાં રૂ. 1240 કરોડની જોગવાઇ
 • તીથલ, માંડવી, માધવપુર, અને અહેમદપુર માંડવી ખાતે બ્લ્યુ ફ્લેગ બીચના વિકાસ માટે રૂ. 8 કરોડ
 • ગુજરાતી ફિલ્મોના પ્રોત્સાહન માટે રૂ. 20 કરોડની જોગવાઈ
 • આદિજાતિ વિસ્તારોમાં બે વર્ષમાં 500 નવા મોબાઇલ ટાવર ઊભા કરાશે
 • 4 હજાર ગામોમાં વિનામૂલ્યે વાઇ-ફાઈ સગવડ પૂરી પાડવા માટે રૂ. 71 કરોડની જોગવાઈ
 • સાયન્સ સિટીમાં માનવ અને જીવવિજ્ઞાન ગેલરી સ્થાપવા માટે રૂ. 45 કરોડની જોગવાઈ​​​​​​​​​​​​​​

પ્રતિક્રિયા​​​​​​​​​​​​​​
સમાજના બધા વર્ગોને આવરાયા

​​​​​​​દેશના ગ્રોથ એન્જિન ગુજરાતનું આ બજેટ ખેડૂતો, યુવા-રોજગારી, સાગરખેડૂ, વનબંધુ, ગરીબો, વંચિતો સહિત સૌ સમાજ-વર્ગોના સર્વગ્રાહી ઉત્થાનની અનેક યોજનાઓ સાથેનું બજેટ છે. - ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી

જોબલેસ,ગ્રોથલેસ હોપલેસ બજેટ
રાજ્યનું દેવું પ્રતિ વ્યકિત રૂ.65 હજાર થવાનું છે. જીડીપીમાં માત્ર 0.13%નો નજીવો વધારો અંદાજાયો છે, જે આર્થિક પ્રગતિની હતાશાનું પ્રતિબિંબ છે. એકંદરે બજેટ જોબલેસ,ગ્રોથલેસ અને હોપલેસ છે. કૃષિમાં માત્ર 2.43% ની જોગવાઇ છે. - સુખરામ રાઠવા, વિરોધ પક્ષના નેતા

સરકારે રાજ્યના લોકોની મજાક કરી
ખેડૂતો માટે દિશાવિહીન બજેટ છે, અન્ના દાતાઓ માટે કોઈ આશાસ્પદ કહી શકાય એવો નિર્ણય લેવામાં આવ્યો નથી. બજેટમાં ભાજપ સરકારે ગુજરાતની જનતાની મજાક કરી છે. - ઈશુદાન ગઢવી, નેતા, આમ આદમી પાર્ટી

અન્ય સમાચારો પણ છે...