દિવાળી વેકેશન છતાં બાળકોને દોડાવાશે:રાષ્ટ્રીય એકતા દિવસે સ્કૂલોમાં યુનિટી રન યોજવા શિક્ષણ વિભાગનો આદેશ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

31 ઓક્ટોબરે એટલે કે સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ દિવસની ઉજવણીના ભાગ રૂપે શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને તમામ સ્કૂલોમાં યુનિટી રન યોજવા આદેશ કર્યો છે. દિવાળી વેકેશન ચાલી રહ્યું હોવા છતાં સ્કૂલોમાં એકતા દિવસની ઉજવણી કરવાની રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર કરીને જણાવ્યું છે કે, 31 ઓક્ટોબરે સરદાર પટેલ જન્મજયંતી નિમિત્તે યુનિટી રન દેશભરની સ્કૂલોમાં તમામ વર્ગોમાં અને તમામ વય જૂથમાં યોજવાની છે.

સોશિયલ મીડિયામાં ફોટો પણ પોસ્ટ કરવા પડશે
​​​​​​​વિદ્યાર્થીઓ એસેમ્બલીના સમયે પોતાની સગવડતા માટે લાંબા ટૂંકા અંતર માટે દોડી શકે છે. આ રનમાં સ્કૂલ સિવાયના બાળકોને પણ સામેલ કરી શકાશે. રન ફોર યુનિટીના ફોટા પણ સોશિયલ મીડિયા પર સ્કૂલોએ અપલોડ કરવાના રહેશે.તમામ જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સ્કૂલોને આ અંગે જાણ કરીને નિરિક્ષણ કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...