તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કેટલીક સ્કૂલોએ બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ આપતા શિક્ષણ વિભાગે કાર્યવાહીનો આદેશ આપ્યો

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • કોરોનાને કારણે CBSE બોર્ડના વિદ્યાર્થીઓને 2020-21ના વર્ષ માટે છૂટ અપાઈ હતી જેનો દુરુપયોગ શરૂ થયો

રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ સ્કૂલો શરૂ થઈ ગઈ છે. ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેનું પરિણામ પણ આવી ગયું છે. ત્યારે એડમિશનને લઈને ફરી એક વાર વિવાદ સર્જાયો છે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત અલગ અલગ રાખવામાં આવ્યાં છે. બેઝિક ગણિતના વિદ્યાર્થી અલગ અલગ રાખવામાં આવ્યાં છે. જેમાં બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ ના આપી શકાય પરંતુ કેટલીક સ્કૂલોએ પ્રવેશ આપતાં શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર જાહેર કરીને સ્કૂલો વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે.

બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને 11 સાયન્સમાં પ્રવેશ આપી શકાય નહિ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત સચિવે પત્ર લખીને તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને બેઝિક ગણિતના વિદ્યાર્થીઓના 11 સાયન્સમાં પ્રવેશ આપવા મુદ્દે ટકોર કરી છે. નિયમ મુજબ બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને 11 સાયન્સમાં પ્રવેશ આપી શકાય નહિ પરંતુ કોરોનાને કારણે CBSE બોર્ડના વિદ્યાર્થીઓને 2020-21ના વર્ષ માટે છૂટ આપવામાં આવી હતી. જેનો સ્કૂલો દ્વારા હજુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને 2021-22ના વર્ષમાં પ્રવેશ આપી રહ્યા છે.

શિક્ષણ વિભાગે પાઠવેલો પરિપત્ર
શિક્ષણ વિભાગે પાઠવેલો પરિપત્ર

સ્કૂલોમાં અપાયેલા પ્રવેશ બાબાતે કાર્યવાહી કરવા જણાવ્યું
CBSE બોર્ડમાંથી બેઝિક ગણિત પસંદ કરીને આવનાર વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડના ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ આપી શકશે નહિ.તેમ છતાં કેટલીક સ્કૂલો પ્રવેશ આપ્યો છે જેથી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓએ પોતાની તબા હેઠળની સ્કૂલોમાં અપાયેલ પ્રવેશ માટે આચાર્યોને કાર્યવાહી કરવા જણાવવું.

અન્ય સમાચારો પણ છે...