તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ બોર્ડે અરજી ફગાવી:DPS ઈસ્ટે ધોરણ 9-11ના સેલ્ફ ફાઈનાન્સ વર્ગની અરજી ગુજરાત બોર્ડે નામંજૂર કરી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સ્કૂલે ભાડા કરાર ટ્રાન્સફરનું ચેરિટી કમિશનરનું NOC સર્ટિ રજૂ કર્યું ન હતું

ગુજરાત માધ્યમિક ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણ બોર્ડ(જીએસમાં એચઈબી)માં શૈક્ષણિક વર્ષ 2021-જૂન માટે ડીપીએસ(ઈસ્ટ)એ ધો.9-11ના સેલ્ફ ફાઈનાન્સ વર્ગ માટે કરેલી અરજી નામંજૂર કરતા વિવાદ સર્જાયો છે. ડીપીએસ સ્કૂલે જીએસઈબીમાં વર્ગ મંજૂરી માટેની અરજીની સાથે ભાડા કરાર ટ્રાન્સફરનું ચેરિટી કમિશનરનું એનઓસી પ્રમાણપત્ર રજૂ કર્યું ન હોવાથી શિક્ષણ બોર્ડે સ્કૂલની અરજી ના મંજૂરી કરી છે.

ડીપીએસ હાથીજણ તરીકે જાણીતી સ્કૂલ સ્વામી નિત્યાનંદને આશ્રમ માટેની જગ્યાની ફાળવણીના કારણે વિવાદમાં આવી હતી. સ્કૂલ મેનેજમેન્ટે આ વર્ષના પ્રારંભે જૂન-2021ના વર્ષ માટે જીએસએચઈબી સંલગ્ન સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ શરૂ કરવા માટે અરજી કરી હતી. જો કે ડીપીએસ સત્તાવાળાની આ અરજીમાં જમીન ભાડા કરાર સંબંધિત ચેરિટી કમિશનર તરફથી મળતી એનઓસી ના હોવાથી તેમની અરજી ફગાવી દેવાઇ હતી. જેથી સ્કૂલ હવે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની મંજૂરી મળી છે તેમ કહીને ધો.9-11ના વર્ગોની શરૂઆત કરી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં વિવાદના કારણે સીબીએસઈએ જોડાણ રદ કર્યું હતું.

વર્ગ મંજૂરીની અરજી ફગાવી દેવાઈ છે
ડીપીએસ ઈસ્ટ સ્કૂલ તરફથી એક ટ્રસ્ટમાંથી બીજા ટ્રસ્ટ સાથેના 15 વર્ષના ભાડા કરાર અંગેનું ચેરિટી કમિશનર તરફથી મળવાપાત્ર એનઓસી પ્રમાણપત્ર બોર્ડમાં રજૂ કરાયું ન હતું. જેથી સ્કૂલને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.9-11ના વર્ગ મંજૂરીની અરજી ના મંજૂર કરી છે. - ડો.દિનેશ પટેલ, સચિવ, ગુ.મા.ઉ.મા.શિક્ષણ બોર્ડ

અન્ય સમાચારો પણ છે...