તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોની સોશિયલ મીડિયા વોર:ગુજરાતમાં શિક્ષણ અને શિક્ષકનું સરકાર દ્વારા અપમાન થયું છે, સૌએ એકતા રાખીને સર્વેક્ષણનો બહિષ્કાર કરવો જોઈએ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા પર શિક્ષકોએ સરકારને વિનંતીની સાથે આંદોલનની ચીમકી પણ આપી

ગુજરાતમાં શિક્ષકોએ પોતાના પડતર પ્રશ્નોના મુદ્દે આજે શરૂ થયેલી સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા આપવાનો બહિષ્કાર કર્યો છે. સમગ્ર રાજ્યના બે લાખથી વધુ શિક્ષકોએ સજ્જતા કસોટી સામે સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવ્યું છે. રાજ્યના અલગ-અલગ શહેરોમાંથી શિક્ષકોએ ફેસબુક તેમજ ટ્વિટર દ્વારા સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં ટીકા કરનારા એક શિક્ષકને આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કારણદર્શક નોટીસ ફટકારી છે. સોશિયલ મીડિયામાં હાલમાં ચર્ચાનો વિષય બનેલા શિક્ષક આંદોલનની કેટલીક પોસ્ટ નીચે દર્શાવવામાં આવી છે. જેમા શિક્ષકો અન્યને પણ આ વિરોધમાં જોડાવવા આગ્રહ કરતા જોવા મળ્યા,જ્યારે કેટલાક શિક્ષણમંત્રી તેમજ મુખ્યમંત્રીને પત્ર લખીને સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા રદ્દ કરવા માટે અપીલ તેમજ પરીક્ષા રદ્દ નહીં થાય તો આંદોલનની ચિમકી આપતા જોવા મળ્યા હતા.

શિક્ષકોએ ફેસબૂક અને ટ્વિટર પર સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાનો વિરોધ કરતા પત્ર તેમજ પોસ્ટ શેર કરી હતી

અન્ય સમાચારો પણ છે...