તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસ:બોપલમાં 5.45 કરોડના ખર્ચે ઈકોલોજી પાર્કનું ખાતમુહૂર્ત

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરના 1078 કરોડના વિકાસકામોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત-લોકાર્પણ

અમદાવાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી શુક્રવારે રૂ.1078 કરોડના કામોનું ઓનલાઈન લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. જેમાં 92 કરોડના 21 કામોનું લોકાર્પણ કરાશે. જ્યારે 986 કરોડના 51 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામોમાં ખાસ કરીને બોપલનો ઈકોલોજી પાર્ક, હાઉસિંગ પ્રોજેક્ટના રૂ.600 કરોડના 28 કામો તથા કોતરપુર એસટીપીના ઓનલાઈન ખાતમુહૂર્ત કરાશે. આ ઉપરાંત 8 જેટલા બગીચાઓનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખની ટર્મ આગામી 15 ડિસેમ્બરે પૂર્ણ થવાની છે. જો કે, કોરોનાને કારણે ચૂંટણી 3 મહિના સુધી મુલતવી રાખી હોવાથી ડિસેમ્બર પછી પણ ચૂંટાયેલી પાંખની મુદત લંબાવવામાં આવે તેવી શક્યતા છે. મુદત ન લંબાવે તો વહીવટદારની નિમણૂક કરવી પડે. જો કે ટર્મ પૂરી થાય તે પહેલાં જ મુખ્યમંત્રીના હસ્તે રૂ.1078 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલા તેમજ મંજૂર કરવામાં આવેલા વિકાસકામો ઓનલાઈન લોકાર્પણ કરાશે. આ કામોમાં બગીચા, બ્રિજ, હાઉસિંગ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, એસટીપી પ્લાન્ટ, ટેનિસ કોર્ટ વગેરેનો સમાવેશ થાય છે.

થોડા સમય પૂર્વે જ બોપલ-ઘુમા નગરપાલિકા અમદાવાદ કોર્પોરેશનમાં ભળતાં અહીંની ડમ્પિંગ સાઈટ બંધ કરવામાં આવી હતી. આ ડમ્પિંગ સાઈટનું બાયોમાઈનિંગ કરી જગ્યા ખુલ્લી કરી દેવામાં આવી છે. જ્યાં કોર્પોરેશન દ્વારા 5.45 કરોડના ખર્ચે ઈકોલોજી પાર્ક તૈયાર કરવાનો નિર્ણય કરાયો છે.

આ પાર્કનું ખાતમુહૂર્ત પણ શુક્રવારે કરાશે. આ ઉપરાંત ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ, રાણીપ, વાસણા તથા નરોડા વિસ્તારમાં 8.49 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા 8 બગીચા લોકો માટે ખુલ્લા મુકાશે.

લાંભા વોર્ડના સૈજપુરમાં 6.60 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન તથા ખોખરા વોર્ડમાં 9.75 કરોડના ખર્ચે અને સરખેજમાં 17.70 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો