તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ઇકોફ્રેન્ડલી, પ્લાસ્ટિકના પ્રદુષણરહિત વાંસની પિચકારી મહિલા કળાકારો પાસે બનાવડાવાઇ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
} આ બામ્બૂ ઉપરના ભાગે સોલિડ હોય છે. જેમાંથી ક્રાફ્ટની ઘણી ડિઝાઇનો બને છે. પિચકારીનું ડાયામીટર 1થી 2 ઇંચનું છે. જે બે ફીટથી 4 ફીટસુધીની લંબાઇની બનાવી શકાય છે. - Divya Bhaskar
} આ બામ્બૂ ઉપરના ભાગે સોલિડ હોય છે. જેમાંથી ક્રાફ્ટની ઘણી ડિઝાઇનો બને છે. પિચકારીનું ડાયામીટર 1થી 2 ઇંચનું છે. જે બે ફીટથી 4 ફીટસુધીની લંબાઇની બનાવી શકાય છે.
 • ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટના અધ્યાપકે બામ્બૂમાંથી પિચકારી બનાવી આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપ્યો

અમદાવાદ | હો ળીના તહેવારમાં બાળકો અને મોટેરાંઓ માટે સૌથી આકર્ષણનું રમકડું એટલે પિચકારી. એન.આઇ.ડી અમદાવાદના પ્રોફેસર પ્રવિણ સિંહસોલંકીએ બામ્બૂમાંથી પિચકારી બનાવી છે. પ્લાસ્ટિકની જગ્યાએ નેચરલ બામ્બૂમાંથી બનેલી પિચકારી સ્ટેનેબલ મટિરિયલમાંથી બનાવી છે. બાળકોના રમકડાં તેમજ કોર્પોરેટ ગિફ્ટ માટે આ બેસ્ટ ઓપ્શન છે. મહારાષ્ટ્રના કોણાંક વિસ્તારમાં ડેન્ડ્રોક્લેમસ સેટ્રિક્સ બામ્બૂની મોટાં પાયે ખેતી થાય છે. આ બામ્બૂ ઉપરથી સોલિડ હોય છે. જેમાંથી ક્રાફ્ટની ઘણી ડિઝાઇનો બને છે. પિચકારીનું ડાયામીટર 1થી 2 ઇંચનું છે. જે બે ફીટથી 4 ફીટસુધીની લંબાઇની બને છે. નેચરલ પોલિશની સાથે તમે સેલ્ફ નેમ કે સિમ્બોલ પણ તેની ઉપર કંડારી શકાય છે. આ પિચકારીથી બામ્બૂ આર્ટ સાથે જોડાયેલી મહિલા કારીગરો એક દિવસમાં 60થી 100 નંગ પિચકારી બનાવી શકે છે. જેનાથી તેમને રોજનાં 300થી 500 રૂપિયાની આવક થાય છે. એન.આઇ.ડી દ્વારા આવનાર સમયમાં બામ્બૂ આર્ટિસ્ટોને નવી ડિઝાઇન શીખવાડવમાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો