તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:અમદાવાદ શહેરની અંદાજે એક હજાર સોસાયટીમાં ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવાઈ, કોરોના વાઇરસના ભરડામાંથી મુક્તિની પ્રાર્થના

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરભરમાં રવિવારે ઠેરઠેર હોલિકા દહનના કાર્યક્રમ યોજાયા હતા. જોકે રાત્રે 9થી કર્ફ્યૂ લાગી ગયો હોવાથી તમામ સ્થળે 9 પહેલા જ હોળીની પૂજાવિધિ સંપન્ન કરવી પડી હતી. આ વર્ષે હોિલકા દહનનો ટ્રેન્ડ પણ બદલાયો છે. અમદાવાદની અંદાજે એક હજાર સોસાયટીએ વૈદિક હોળીનો ચીલો ચાતર્યો છે. પર્યાવરણના જતન માટે વૈદિક હોળીમાં લાકડાને બદલે ગૌ કાષ્ઠનો ઉપયોગ કરવામાં આવે છે. પશ્ચિમ અમદાવાદના સંખ્યાબંધ વિસ્તારોમાં આ પ્રકારની ઇકોફ્રેન્ડલી હોળી પ્રગટાવવામાં આવી હતી.

વૈદિક હોળી પાછળનું ગણિત એવું છે કે હોળી પ્રગટાવ્યા પછી થતાં ધુમાડાથી વાતાવરણમાં રહેલા હાનિકારક વાઇરસનો નાશ થતો હોય છે. 500 વર્ષ પછી હોળીના દિવસે સર્વસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગનો શુભ સંયોગ રચાયો હતો. વાડજ ગામમાં હોળીના દર્શન માટે સેંકડો શ્રદ્ધાળુ એકઠા થયા હતા.

સિદ્ધિવિનાયક મંદિરમાં 30 ફૂટની હોળી પ્રગટાવાઈ
મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરમાં 30 ફૂટની ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવવામાં આવી હતી. હોળીદહનમાં 1 હજાર મણ લાકડાં, 400 કિલો ઔષધી, 2100 શ્રીફળ, 500 કિલો છાણાં તથા 11 ડબા ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હોળીની વચ્ચે ત્રણ ફૂટની હોલિકા અને ભક્ત પ્રહલાદની પ્રતિમા પણ મૂકવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો