તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાનો આપઘાત:અમદાવાદમાં લવ મેરેજ કરનાર કેમિકલના વેપારીની પત્નીનો પતિ સાથે પિત્ઝા ખાધા બાદ આપઘાત, બેડરૂમમાં જઈ ગળાફાંસો ખાધો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મૃતકના માતા- પિતા અમેરિકા છે અને તેમનું ગુરુકુળ વિસ્તારમાં સપ્તક 2માં મકાન આવેલું છે
  • પતિ- પત્ની બંને ગુરુકુળ ખાતે મકાનમાં તપાસ કરવા ગયા હતા

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા વેપારીની પત્નીએ માતા- પિતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બંનેએ 2016માં લવ મેરેજ કર્યા હતા. મૃતક યુવતીના માતા- પિતા અમેરિકા રહે છે. પતિ સાથે તેના માતા પિતાના ગુરુકુળના સપ્તક - 2માં આવેલા માતા-પિતાના ઘરે તપાસ કરવા ગયા હતા. રાતે બંનેએ સાથે ઓનલાઈન ઓર્ડર કરી પીઝા મંગાવ્યા હતા. પીઝા ખાધા બાદ યુવતી બેડરૂમમાં ગઈ હતી અને ગળાફાંસો ખાઈ લીધો હતો. વસ્ત્રાપુર પોલીસે આ મામલે અકસ્માત મોત નોંધી છે. ACP એ ડિવિઝને તપાસ શરૂ કરી છે.

પીઝા ખાઈ સાડા નવે બેડરૂમમાં રિદ્ધિ અંદર જઈ લોક કર્યો
સેટેલાઇટ વિસ્તારમાં શેલ્બી હોસ્પિટલ પાસે આવેલા પાર્થ બંગલોઝમાં ઈશાન પટેલ પત્ની રિદ્ધિ સાથે રહેતા હતા. તેઓ વટવા GIDCમાં નંદ કેમિકલ નામે ફેક્ટરી ધરાવે છે. ઇશાનના સસરાનું ગુરુકુળમાં સપ્તક-2માં મકાન આવેલું છે. તેના સાસુ- સસરા અને સાળો અમેરિકા રહે છે. ઈશાન અને રિદ્ધિએ 2016માં લવ મેરેજ કર્યાં હતાં. પતિ- પત્ની મકાનની દેખરેખ માટે અવારનવાર ગુરુકુળ જતા હતા. રાતે પતિ-પત્ની ગુરુકુળ ખાતેના મકાનમાં ગયા હતા અને સગા સંબંધીઓ જોડે વાતચીત કરી હતી. બાદમાં રિદ્ધિએ ઓનલાઇન પીઝાનો ઓર્ડર આપ્યો હતો. પતિ- પત્નીએ સાથે પીઝા ખાધા હતા. બંને ફોનમાં વ્યસ્ત રહ્યા હતા અને સાડા નવ વાગ્યાની આસપાસ રિદ્ધિ માસ્ટર બેડરૂમમાં ગઈ હતી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.

દરવાજો તોડી અંદર જોયું તો પત્ની લટકતી હતી
ઈશાન ટીવી જોતો હતો. દરમિયાનમાં બહાર આવતા વાર લાગી હતી. જેથી તેણે દરવાજો ખખડાવ્યો હતો પરંતુ દરવાજો ન ખુલતા બૂમાબૂમ કરી હતી. બાલ્કનીમાં જઈને જોતા રિદ્ધિ જોવા ન મળી માટે તેણે સાધન વડે દરવાજો તોડી નાખ્યો હતો. અંદર જોતા રિદ્ધિ ગળાફાંસો ખાધેલી હાલતમાં હતી. તેણે તાત્કાલિક તેના મોટાભાઈને જાણ કરી બોલાવી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં તેણે ડોક્ટરે મૃત જાહેર કરી હતી.

પતિએ કહ્યું પત્ની એક વર્ષથી ડિપ્રેશનની દવા લેતી હતી
વસ્ત્રાપુર પોલીસને જાણ કરી હતી. પોલીસ હોસ્પિટલમાં પહોંચી હતી. પતિએ પોલીસને જણાવ્યું હતું કે, પત્ની રિદ્ધિ એક વર્ષથી ડિપ્રેશનની દવા લેતી હતી. ક્યાં કારણોસર પગલું ભર્યું તે જાણતા નથી. એ ડિવિઝન ACPએ સમગ્ર કેસ મામલે તપાસ શરૂ કરી છે.