તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેબિનાર:ઘરમાં બનતી ટ્રેડિશનલ ફૂડ ડિશ ખાવાથી ડિટોક્સની જરૂર રહેતી નથી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મલ્ટિ ટાસ્કિંગ મોમિસ દ્વારા પોસ્ટ દિવાળી વિષય પર વેબિનાર યોજાયો

મલ્ટિ ટાસ્કિંગ મોમિસ દ્વારા હેલ્ધી રહેવા માટે પોસ્ટ દિવાળી વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન મલ્ટિ ટાસ્કિંગ મોમિસનાં ફાઉન્ડર વૈશાલી ધોળકિયાએ કર્યું હતું. આ વેબિનારમાં શહેરનાં જાણીતા ડાયટિશિયન ડૉ. હેતલ સરૈયા અને નેહા દુબે પાંડે જોડાયાં હતાં. એક્સપર્ટે વાત કરતા જણાવ્યું હતું કે, ‘દિવાળીમાં આપણે ઘરના નાસ્તા અને સ્વીટ્સ વધુ ખાતા હોઇએ છીએ અને તેના પછી વજન વધી ન જાય તેના ડરથી ડાયટિંગ ઉપર ઉતરી જઈએ છે. જ્યારે વાસ્તવમાં દિવાળીના સમયે સિઝન બદલાતી હોય છે. આ સમયે શરીરમાં ઈમ્યુનિટી વધારવી ખૂબ જરૂરી છે. ઇમ્યુનિટી વધારવા માટે ગોળ, ગૂંદ, સૂંઠ, તલ, ઘીનો ઉપયોગ કરીને બનતા વિવિધ શિયાળા પાક ખાવા વધુ હિતાવહ છે.

ઘરમાં બનેલા નાસ્તા અને મીઠાઈઓ જે આપણી ટ્રેડિશનલ ડિશ છે તે ખાવાથી શરીરને ડિટોક્સની જરૂર નથી રહેતી. વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું કે, કોરોનામાં લોકોએ બહારથી લાવવા કરતા ઘરે બનાવેલી વસ્તુઓ ખાવી જોઈએ જેથી શરીરને આડઅસર ઓછી થાય. પોસ્ટ દિવાળી ડિટોક્સમાં માત્ર ઘરમાં બનાવેલી વાનગીઓ જ ખાવી જોઈએ. ઠંડીમાં નેચરલ વસ્તુઓ લેવી જરૂરી છે.

કોરોના વોરિયર્સે તેમની ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે વધારવી તે વિશે વાત કરતા તેમણએ જણાવ્યું કે, આંબળા, આંબા હળદર અને વિટામિન-સી યુક્ત ફૂડ વધુમાં લેવા જોઈએ. દિવાળી બાદ બોડીને બેલેન્સ કરવા માટે જો મીઠાઈ કે નાસ્તા વધુ ખવાઈ ગયા હોય તો બેલેન્સ ડાયટ લો. ઉપરાંત ફૂડનું રૂટિન ઈન્ટેક ધીમે-ધીમે શરૂ કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...