સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ:વિવિધ નવા પ્રોજેક્ટ્સ, ઇન્વેસ્ટમેન્ટ અને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે પૂર્વ અમદાવાદ શહેરનું પ્રગતિગાથામાં વિશિષ્ટ સ્થાન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મસમોટા પ્રોજેક્ટ્સ અને મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હારમાળા સર્જવા પૂર્વ વિસ્તાર ગતિમાં

શહેરના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો ટ્રેનની શરૂઆત એટલે પૂર્વ અમદાવાદનો વસ્ત્રાલ વિસ્તાર. વર્ષોથી વિકાસલક્ષી કાર્યો અને ઇન્વેસ્ટરો માટેનો સોફ્ટ કોર્નર રહેલો પૂર્વ વિસ્તારની આજે કાયાપલટ થયેલી જોવા મળે છે. વર્તમાન સમયમાં આ વિસ્તારમાં એટલા નવા પ્રોજેક્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રકચરના કારણે વિસ્તારનું વધુ પ્રમાણમાં ડેવલોપમેન્ટ થયું રહ્યું છે કે, નિષ્ણાતોના મત મુજબ આવનારા સમયમાં ત્યાં તેજીના ભણકારા સંભળાઈ રહ્યા છે.

પૂર્વ વિસ્તાર શહેરના અન્ય વિસ્તારો સાથે સરળતાથી એસપી રિંગરોડ મારફતે જોડાયેલ છે. ત્યાંથી એરપોર્ટ જવું પણ ઘણું જ નજીક પડે છે. હાલ ત્યાં મોલ અને મોટા કમર્શિયલ બિલ્ડિંગને લીધે મોટી અને જાણીતી બ્રાન્ડ્સએ પગેરું જમાવ્યું છે. નવા કમ્યુનિટી હોલનું પણ તાજેતરમાં નિર્માણ કરવામાં આવ્યું છે, જેના ઉદ્દઘાટનની રાહ આતુરતાથી જોવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા બાજુથી એન્ટર થતાં આવતું પૂર્વ અમદાવાદ છેલ્લાં એક વર્ષથી કોમર્શિયલ અને હાઉસિંગ ડેવલોપમેન્ટ માટે ઘણી ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. આવનારા સમયમાં ડેવલપમેન્ટ માટે ત્યાં સ્વિમિંગ પૂલ, પબ્લિક ગાર્ડનસ, બીજા મોડર્ન સહિતના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રકચરના નવા પ્રોજેક્ટ્સને મંજૂર કરવામાં આવ્યા છે.

જે રીતે પૂર્વ અમદાવાદમાં પ્રોજેક્ટ્સનું કાર્ય અને ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે એ જોતાં હવે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વિકાસની દૃષ્ટિ કઈ વધુ ફરક રહ્યો નથી. આજે દેશ અને દુનિયાની મોટી મોટી ફ્રેંચાઈજીઓ પૂર્વ અમદાવાદ પર પસંદગી ઉતારે છે પોતાના બ્રાન્ડ સ્ટોરને લઈને. ગર્વમેંટની રુચિ પૂર્વ અમદાવાદમા તેના ડેવલોપમેન્ટને લઈને ઘણી વધારે લાગી રહી છે. નવી ક્લબ અહીંયા બની રહી છે જેથી લોકોને દૂર સુધી નહીં જવું પડે. નિકોલમાં તળાવનું ડેવલોપમેન્ટ પૂર્ણ કરી હવે કઠવાડામાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. હાઉસિંગમાં પણ અફોર્ડેબલ સ્કીમ અહિયાં બહોળા પ્રમાણમાં હોવાથી લોકોના ખિસ્સાને પરવડે તેવા પ્રોજેક્ટ્સ અહિયાં લોકોની પ્રથમ પસંદગી રહેશે. - હરેશભાઈ વસાણી (પ્રેસિડેન્ટ, અમદાવાદ બિલ્ડર્સ અસોસિએશન)

અન્ય સમાચારો પણ છે...