ભૂંકપમાં પડી ગયેલા વસ્ત્રાપુરના હિમગિરિ ફલેટ ઓનર્સ એસોસિએશન દ્વારા કરાયેલા 21 વર્ષ જૂના કેસમાં 21 વર્ષ બાદ, 6 જજ નિવૃત્ત થઇ ગયા અને 1 જજ અવસાન પામ્યા પછી પણ કેસનું નિરાકારણ ન આવ્યું. અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે,ભૂકંપમાં પડી ગયેલા હિમગિરિ ફલેટના ઓરિજનલ દસ્તાવેજો બિલ્ડર પાસે છે. તેઓ પરત કરતા નહીં હોવાથી તેમના ફલેટ વેચી શકાતા નથી.
ભૂકંપ વખતે ફલેટનું મેનેજમેન્ટ બિલ્ડર પાસે હતંુ ત્યારબાદ ફલેટના રહીશોએ મેનેજમેન્ટ સંભાળી લીધુ હતું. અને નવી કમિટીની રચના કરી હતી. બિલ્ડરે ફલેટના ઓરિજનલ દસ્તાવેજો નવી કમિટીને આપ્યા નથી. નવા એસોસિએશન બનાવવા માટે જમીનનું ટાઇટલ કલીયર સર્ટિફિકેટ, શેર સર્ટિફિકેટ અને પણ બિલ્ડર આપતા નથી. તેથી એસોસિએશનનું નામ રજિસ્ટર્ડ પણ કરી શકાતું નથી. બેન્ક એકાઉન્ટ પણ ખોલાવી શકાતું નથી. ધી બોમ્બે નોન ટ્રેડિંગ કોર્પોરેશન એક્ટ કલાર્ક કોર્ટમાં હાજર રહ્યા હતા.
અરજદારે એવી રજૂઆત કરી કે, ફલેટના ઓરિજનલ દસ્તાવેજો નહીં મળતા ફલેટના રહીશો ફલેટ વેચી શકતા નથી. જસ્ટિસ એ.એસ. સુપૈયાની કોર્ટે એવી ટકોર કરી હતી કે, અરજદાર એસોસિએશને તેમની પીટીશનમાં દસ્તાવેજો મેળવવા એનટીસી રજિસ્ટ્રારને નિર્દેશ કરવા કોઇ દાદ માગી ન હોવાથી કોર્ટ પિટીશનની બહાર જઇને કોઇ હુકમ કરી શકે નહીં. કોર્ટે અરજીનો નિકાલ કરીને યોગ્ય ફોરમમાં અરજી કરવા આદેશ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.